કીટ જીવન ચક્રએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
હોક-મોથ (ભૂંતિયા ફૂદા)નું જીવનચક્ર
આ કિટકને હોક મોથ, ડેડ હેડ મોથ કે સ્પીનીક્ષ મોથ અને ગુજરાતીમાં ભૂતિયું ફૂંદા તરીકે ઓળખવામાં આવે છે. ફૂંદુ ખૂબ જ મોટુ અને રંગ-બેરંગી હોય છે. આ ફૂંદાની ઇયળ કાબર-ચીતરી લીલા અથવા પીળા રંગની હોય છે. ઇયળના છેડે એક કાંટા જેવો ભાગ ધરાવે છે. પાછલી અવસ્થાની ઇયળ હાથની આંગળી જેવી જાડી હોય છે. _x000D_ યજમાન પાકો: આ કિટકની ઇયળ તલ, બટાટા અને ક્યારે ક રીંગણ અને દ્રાક્ષમાં નુંકસાન કરતી જોવા મળે છે._x000D_ નુકસાન: આની ઇયળો ખૂબ જ ખાઉધરી હોવાથી છોડ ઉપર પાનની નશો સિવાયનો બધો જ ભાગ ખવાઇ જતા છોડ ઝાંખરા જેવો થઇ જાય છે._x000D_ જીવન ચક્ર: માદા ફૂંદી લીલાશ પડતા સફેદ રંગના ઇંડા પાન ઉપર છુટા-છવાયા મૂંકે છે. ઈંડા અવસ્થા ૨ થી ૫ દિવસની હોય છે. ઈંડા માંથી નીકળતી ઇયળ અવસ્થા ખૂબ જ લાંબી હોય છે અને આ અવસ્થા બે મહિનાથી પણ વધારે હોઇ શકે છે. પુક્ત ઇયળ કોશેટા અવસ્થા જમીનમાં ધારણ કરે છે જે ૨ થી ૭ અઠવાડિયાની હોય છે. કોશેટામાંથી નીકળતા ફૂદાં એક અઠવાડિયા સુધી જીવે છે. એક કિટકની ત્રણ પેઢી વર્ષમાં જોવા મળે છે. _x000D_ નિયંત્રણ: ઉનાળામાં ઉંડી ખેડ કરવી. ખેતરમાં એક લાઇટ ટ્રેપ લગાડવું. મોટી-મોટી ઇયળો હાથથી વીણીને નાશ કરવી. છોડ ઉપર ઇંડા દેખાતા લીમડા આધારિત દવાઓનો છંટકાવ કરવો. _x000D_ _x000D_ સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ_x000D_ આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો_x000D_ _x000D_ _x000D_
212
0
અન્ય લેખો