કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
હે...!! મગફળીનું વાવેતર ઘટશે, કપાસ, સોયાબીન નું વધવાની ધારણા !
📢 ગત વર્ષે વાવાઝોડાના કારણોસર નુકસાની ખાનાર ખેડૂતો આ વર્ષે મગફળી તરફથી મો ફેરવીને વાવેતર ઘટાડે તેવા અંદાજો વ્યક્ત થવા લાગ્યા છે. કપાસના અને સોયાબીનના ખૂબ ઊંચા ભાવ મળતા મગફળીમાં ગત વર્ષથી 20 ટકા સુધીનો ઘટાડો વાવેતરમાં આવી શકે છે.
📢 ખેડૂતો માટે ખુશીની વાત એ છે કે, સરકારે મગફળીનો ટેકાનો ભાવ ₹1110 જાહેર કર્યો હતો પણ ખુલ્લા બજારમાં શરૂઆતમાં જ ₹1175-1200 સુધીનો ભાવ મળવા લાગતા ખેડૂતોએ સરકારી ખરીદી પ્રત્યે બિલકુલ નિરુત્સાહ દાખવ્યો હતો. સીઝને પ્રતિ મણે ₹1370-1375 સુધીના ભાવ મળ્યા હતા.
📢 મગફળી-સિંગદાણાના વેપાર સાથે સંકળાયેલા બ્રોકરોએ એવું પણ કહ્યું કે, આ વર્ષે સિંગદાણામાં વિદેશી ઘરાકી નીકળી નથી. ચીનમાં ગત વર્ષનો મોટો પુરવઠો સ્ટોક હોવાથી નિકાસ પણ ઠપ થઇ ગઈ હતી. ખેડૂતોએ પોતાની જાતે જ પાકમાંથી બિયારણ કાઢી લીધું હોવાથી બિયારણની માગ ઠંડી રહી છે.
📢 કપાસનું વાવેતર વધવાના અંદાજો બાબતે અભ્યાસુઓ કહે છે ખેડૂતોને ₹3000-3102 સુધીના ઐતિહાસિક ભાવ મળતા વાવેતર 15-20 ટકા વાવેતર વધવાની શક્યતા પ્રબળ છે. કપાસની મજૂરી પ્રતિ કિલોએ ચૂકવાય છે. જ્યારે મગફળીમાં વીઘા લેખે મજૂરી ચૂકવાય છે. ઉતારા સારા હોય કે નબળા, ફિક્સ મજૂરી ચૂકવવી પડતી હોવાથી ખેડૂતોને વધુ ખર્ચ કરવો પડે છે.
સંદર્ભ : એગ્રોસ્ટાર.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.