AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
હીરાફૂદી ઈયળ નું જીવન ચક્ર
કીટ જીવન ચક્રફ્લોરિડા યુનિવર્સિટી
હીરાફૂદી ઈયળ નું જીવન ચક્ર
હીરાફૂદી ઈયળ મુખ્યત્વે બ્રોકોલી, કોબીજ, ફ્લાવર અને મૂળા જેવા પાકોમાં નુકસાન કરતી જોવા મળે છે. આ ઇયળના ફૂદા બેઠા હોય ત્યારે હીરા જેવા આકાર લાગતા હોવાથી તેને હીરા ફૂંદી તરીકે ઓળખવામાં આવે છે. ઇંડા: હીરાફૂદી ઈયળના ઇંડા અંડાકાર અને ચપટા હોય છે અને ૦.૪૪ મીમી લાંબા અને ૦.૨૬ મીમી પહોળા હોય છે. ઇંડા પીળા અથવા આછા લીલા રંગના હોય છે. માદા ફુદી ૨ થી ૮ ઇંડાના નાના સમૂહમાં પાનની નીચેની સપાટી અથવા ક્યારેક અન્ય ભાગોમાં હોય છે. ઇંડા અવસ્થા ૪ થી ૫ દિવસની હોય છે. ઈયળ: હીરાફૂદી ઈયળ નાની અને વધારે સક્રિય રહે છે અને ક્યારેક ક્યારેક તો પાકને અતિશય નુકશાન પહોંચાડે છે. પુખ્ત ઈયળ લીલા રંગની અને અણીદાર અને એકદમ ઝીણા-ઝીણા વાળ ધરાવે છે.
કોશેટા: પુખ્ત ઇયળ રેશમાના તાતણા વડે પાન ઉપર કોશેટા અવસ્થા ધારણ કરે છે જે ૭ થી ૯ દિવસની હોય છે. પુખ્ત: પુખ્ત નાના, ભૂખરા રંગ ના તેમજ આગળના ભાગે ત્રિકોણાકારે સફેદ રંગના ત્રણ ટપકા હોય છે. જયારે પાંખો બંધ કરે છે ત્યારે હીરા જેવી રચના લાગે છે. ઇંડા થી પુખ્ત અવસ્થા ૨૪ થી ૩૫ દિવસમાં પુરી થાય છે અને પાક ઉપર ૨ થી ૪ પેઢીઓ જોવા મળે છે. નિયંત્રણ: ઉપદ્રવની શરુઆત થતા લીમડા આધારિત દવાઓનો છંટકાવ કરવો અથવા બેસીલસ થુરીન્ઝીન્સીસ નામના જીવાણુંનો પાવડર ૧૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. વધુ ઉપદ્રવ જણાય તો ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિલિ અથવા સાયન્ટ્રાનીલીપ્રોલ ૧૦ ઓડી ૩ મિલિ અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ એસજી ૩ ગ્રામ અથવા ફ્લુબેન્ડીએમાઇડ ૨૦ ડબલ્યુજી ૨ ગ્રામ અથવા થાયોડીકાર્બ ૭૫ ડબલ્યુપી ૧૦ ગ્રામ અથવા ટોલફેનપાયરેડ ૧૫ ઇસી ૧૦ મિલિ અથવા ક્લોરફ્લુએઝુરોન ૫.૪ ઇસી ૧૦ મિલિ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. સંદર્ભ : ફ્લોરિડા યુનિવર્સિટી આપેલ માહિતી ને લઇ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
22
0