ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
હીરાફુદી ઈયળ નું સચોટ નિયંત્રણ
🥬હાલ માં ઘણા બધા ખેડૂત મિત્રોએ કોબીજ ના પાકનું વાવેતર કર્યું હોય છે અને કોબીજ ના પાકમાં વધારે પશ્ન હીરાફૂદું હોય છે તો ચાલો જાણીએ આ ઈયળ ના સચોટ નિયંત્રણ વિશે!
🥬કોબીજ પાકોમાં પ્લ્યુટેલિડી કુળનાં ફૂદાં પણ ઉપદ્રવ કરે છે. હીરા જેવી છાપ દેખાતી હોવાથી તેને હીરાફૂદું કહે છે. તે આરામની અવસ્થામાં બેઠેલું હોય ત્યારે તેની બંને પાંખો મળીને પીઠ પર તંબૂ જેવો આકાર ધારણ કરે છે. ફૂદાંની માદા ફિક્કા સફેદ રંગનાં 50થી 60 જેટલાં ઈંડાં એકલદોકલ પાનની નીચે મૂકે છે. એકાદ અઠવાડિયામાં ઈંડાના સેવનથી નીકળેલી ઇયળો નીચેની બાજુએથી પાનને ખાઈને તેમાં કાણાં પાડે છે. વધુ ઉપદ્રવથી પાનનો કોમળ ભાગ ખવાઈ જતાં માત્ર નસો જ બાકી રહે છે.
🥬આ ઈયળ ના સચોટ નિયંત્રણ માટે એગ્રોસ્ટાર ઇન્સ્પાયર (ક્લોરફેનાપાયર 10% SC) 4 મિલી /પંપ અને પાનના અને ફળ ની સારી ગુણવત્તા માટે સ્ટેલર ૨૫ મિલી /પંપ નું પ્રમાણ રાખી ને છંટકાવ કરવો.
👍 સંદર્ભ :- Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!