AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
હિટ વેવ ની આગાહી, પાક ને રાખો આ રીતે સુરક્ષિત !
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
હિટ વેવ ની આગાહી, પાક ને રાખો આ રીતે સુરક્ષિત !
ગુજરાત રાજ્યમાં આણંદ, ભરૂચ, દાહોદ, નર્મદા, મહીસાગર, છોટા ઉદયપુર, પંચમહાલ, વડોદરા, અમદાવાદ, તાપી તેમજ સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગરમાં તારીખ 27 થી 29 દરમિયાન વધુ ગરમી પડવાના કારણે શાકભાજી પાકો, વેલાવાળા શાકભાજી પાકો અને કઠોળ પાકમાં ભારે નુકશાન થવાની શક્યતા છે. ☀ વધુ પડતી ગરમીના કારણે દુધી, કારેલા, તરબૂચ, ટેટી, ગલકા, તુરીયા, મરચી જેવા પાકોમાં થ્રીપ્સ અને કથીરીનો ઉપદ્રવ વધવાની શક્યતા છે તો તેના નિયંત્રણ માટે એગ્રોનીલ એક્સ 30 મિલી, મેન્ટો7 ગ્રામ, કિલ-એક્સ 8 થી 10 મિલી, ઓબેરોન 12 મિલી/પંપ ઉપયોગ કરવાથી સારો ફાયદો થશે. ☀ તરબૂચ, ટેટી, ટામેટા, મરચા અને રીંગણ અને ભીંડાના પાકમાં સમયસર પાણી આપવું જોઈએ અને વૃદ્ધિ અને વિકાસ માટે પાવર જેલ, હુમિક પાવર, રૂટ પાવર, સુપર સોના, ભૂમિકા જેવી દવાઓનો ઉપયોગ કરવાથી વધુ ફાયદો થશે. ☀ ઘાસચારાની બાજરી, જુવાર તેમજ બાજરો અને તલના પાકમાં સમયસર પાણી આપવું અને વિપરીત વાતાવરણ સામે છોડના વૃદ્ધિ વિકાસ માટે પીક બુસ્ટર, પાવર જેલ, હુમિક પાવર જેવી દવાઓનો ઉપયોગ કરવો. ☀ મગ, અડદ, ચોળી, ગુવારના પાકમાં થ્રીપ્સ અને સફેદ માખીના નિયંત્રણ માટે એગ્રોનીલ એક્સ 30 મિલી, કોન્સ્ટા 7 ગ્રામ, મેન્ટો 7 ગ્રામ, શટર 5-7 ગ્રામ, મેડ્રિડ 12 ગ્રામ, એડોનિક્સ 25 મિલી/પંપ જેવી દવાઓનો ઉપયોગ કરવાથી વધુ ફાયદો થશે. ☀ વધુ ગરમીના કારણે શાકભાજી અને કઠોળ પાકમાં ફૂલ અને ફળ ખરણ અટકાવવા માટે પુષ્ટિ ચીલેટેડ 10 ગ્રામ, નુટ્રીપ્રો બોરોન 15 ગ્રામ /પંપ ઉપયોગ કરવાથી વધુ ફાયદો થશે. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
10
6
અન્ય લેખો