યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
હાઇબ્રીડ બિયારણ ખરીદવા માટે સરકાર આપશે સહાય
🫐કેમ છો ખેડૂત મિત્રો? ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક રીતે મજબૂતી પ્રદાન કરવા માટે એક યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના હેઠળ ખેડૂતોની બિયારણ ખરીદી કરવા માટે ₹75,000 ની સહાય મળવા પાત્ર છે. આ યોજના દ્વારા બાગાયતી ખેતીનું બિયારણ ખરીદી કરી શકાય છે ચાલો આ લેખ દ્વારા અમે તમને આ યોજના ની માહિતી, કેવી રીતે અરજી કરવી જરૂરી ડોક્યુમેન્ટ જેવી વિવિધ માહિતી અમે તમને આપીશું તો વિનંતી છે કે આલેખ છેલ્લે સુધી વાંચજો અને બીજા ખેડૂત મિત્રો સાથે પણ શેર કરજો.
હાઇબ્રીડ બિયારણ યોજના શું છે? અને તેના લાભો
🫐આ યોજનાનું નામ હાઇબ્રીડ બિયારણ સબસીડી યોજના છે. આ યોજનામાં ખેડૂતે ઓનલાઈન અરજી કર્યા બાદ તેની અરજી મંજૂર થાય છે ત્યારબાદ ખેડૂત રૂપિયા પ્રતિ યુનિટ 40% રૂપિયા મેળવવા પાત્ર યોગ્ય છે. TSP વિસ્તાર માટે 50% અથવા 25,000 પ્રતિ હેક્ટર અનુસૂચિત જનજાતિ માટે આ યોજના દ્વારા સહાય મળવા પાત્ર છે. કૃષિના હાઇબ્રીડ બિયારણ ની ખરીદીની સમયમર્યાદા ખર્ચના ખર્ચના વધારે ના ખર્ચ હેક્ટર એ ₹ 50,000 ખર્ચના 40% અને મહત્તમ ₹ 20,000 હેક્ટર બનશે. બંનેમાંથી જે ઓછી હશે તેની સહાય. અનુસૂચિત જનજાતિ માટેTSP વિસ્તાર માં 50% અથવા તો ₹ 25000 પ્રતિ 1 હેક્ટર એ સહાય મળશે.
હાઇબ્રીડ બિયારણ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ અથવા દસ્તાવેજો
🫐સરકારી કચેરી દ્વારા માન્ય અપંગતાનું પ્રમાણપત્ર (માત્ર અપંગ વ્યક્તિઓ માટે)
જાતિનો દાખલો (અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ માટે ફક્ત)
બેન્ક એકાઉન્ટ ની પાસબુક અને કેન્સલ કરાયેલા ચેક ની ઝેરોક્ષ
આધાર કાર્ડ ની ઝેરોક્ષ
જમીન જમીન માલિકીના દસ્તાવેજો અથવા પુરાવા (8-A અને 7/12 )
કબજા જમીન હોય તો વન અધિકાર પ્રમાણપત્રની ઝેરોક્ષ
હાઇબ્રીડ બિયારણ યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
🫐હાઈબ્રીડ બિયારણ યોજના નો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવી જરૂરી છે અરજી કરવા માટે તમારે આઇ ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/) પર જવું પડશે.
🫐ફોર્મ માં માંગેલી તમામ જરૂરી માહિતી ભરાયા બાદ ફોર્મની પ્રિન્ટ આઉટ કરી લેવાની છે. ફોર્મ ભરાયા બાદ એકવાર ફરીથી ચેક કરી લેવું જો કોઈ ભૂલ હોય તો સુધારીને પ્રિન્ટ આઉટ કરી લેવી.
ત્યાર બાદ પ્રિન્ટ થયેલું આ ફોર્મ અને જરૂરી દસ્તાવેજો ફોર્મ માં દર્શાવેલા સરકારી ઓફિસના સરનામે મોકલી આપવાનું રહેશે.
👉સંદર્ભ : AgroStar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો સાથે શેર કરો!! ધન્યવાદ