યોજના અને સબસીડીGSTV
હવે 2000 હપ્તા સાથે મળશે ₹ 3000નું ગેરેન્ટીડ માસિક પેન્શન !
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ, સરકાર 2000 રૂપિયાના 3 હપ્તા આપે છે, એટલે કે વાર્ષિક 6000 રૂપિયાની આર્થિક સહાય. અત્યાર સુધી ખેડૂતોના ખાતામાં 9 હપ્તા એટલે કે 18,000 રૂપિયા આવ્યા છે. ખેડૂતોની આર્થિક મદદ માટે અને વૃદ્ધાવસ્થાને સુરક્ષિત રાખવા માટે, સરકારે પેન્શન સુવિધા ‘પીએમ કિસાન માનધન યોજના' પણ શરૂ કરી છે.
💫 ખેડૂતોને ગેરંટીડ પેન્શન મળશે: પીએમ કિસાન માનધન યોજના હેઠળ ખેડૂતોને 60 વર્ષ પછી પેન્શન આપવામાં આવશે. ખાસ વાત એ છે કે જો તમે પીએમ કિસાનમાં ખાતાધારક છો, તો તમારે કોઈ પેપર વર્ડ કરવાની જરૂર નહીં પડે. તમારુ સીધુ રજીસ્ટ્રેશન પીએમ કિસાન માનધન યોજનામાં પણ કરવામાં આવશે. આ યોજનાના ઘણા ઉમદા ફીચર અને લાભો છે.
💫 પીએમ કિસાન માનધન યોજના શું છે? પીએમ કિસાન માનધન યોજનાની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, 60 વર્ષની ઉંમર બાદ આ યોજના હેઠળ પેન્શનની જોગવાઈ છે. એટલે કે, સરકારે ખેડૂતોની વૃદ્ધાવસ્થાને સુરક્ષિત રાખવા માટે તેની શરૂઆત કરી છે. 18 થી 40 વર્ષ સુધીનો કોઈપણ ખેડૂત આ યોજનામાં રોકાણ કરી શકે છે. આ અંતર્ગત ખેડૂતને 3000 રૂપિયા સુધીનું માસિક પેન્શન મળે છે.
માનધન યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ
✔️ આધાર કાર્ડ
✔️ ઓળખ કાર્ડ
✔️ વય પ્રમાણપત્ર
✔️ આવક પ્રમાણપત્ર
✔️ ખેતરનો લેન્ડ રેકોર્ડ
✔️ બેંક એકાઉન્ટ પાસબુક
✔️ મોબાઇલ નંબર
✔️ પાસપોર્ટ સાઈઝ ફોટો
💫 ફેમિલી પેન્શન પણ જોગવાઈ: આ યોજનામાં, રજીસ્ટર્ડ ખેડૂતને વય અનુસાર માસિક રોકાણ પર 60 વર્ષની ઉંમર પછી ઓછામાં ઓછું 3000 રૂપિયા અથવા વાર્ષિક 36,000 રૂપિયાનું વાર્ષિક ગેરંટી પેન્શન મળશે. આ માટે ખેડૂતોએ 55 રૂપિયાથી 200 રૂપિયા સુધીનું માસિક રોકાણ કરવું પડશે. પીએમ કિસાન માનધનમાં ફેમિલી પેન્શનની જોગવાઈ પણ છે. ખાતાધારકના મૃત્યુ પર, તેના જીવનસાથીને 50 ટકા પેન્શન મળશે. ફેમિલી પેન્શનમાં માત્ર જીવનસાથીનો સમાવેશ થાય છે.
💫 પીએમ કિસાન લાભાર્થીને કેવી રીતે લાભ થશે? જો તેના ખાતાધારકો પેન્શન યોજના PM કિસાન માનધનમાં ભાગ લે છે, તો તેમનું રજીસ્ટ્રેશન સરળતાથી થઈ જશે. ઉપરાંત, જો ખેડૂત આ વિકલ્પ પસંદ કરે છે, તો પેન્શન યોજનામાં દર મહિને કપાતું યોગદાન પણ આ 3 હપ્તામાં પ્રાપ્ત થતી રકમમાંથી કાપવામાં આવશે. એટલે કે, આ માટે પીએમ કિસાન ખાતાધારકે ખિસ્સામાંથી પૈસા રોકવા પડશે નહીં.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : GSTV.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.