સમાચારઝી ન્યુઝ
હવે 0% વ્યાજ પર મળશે 60,000 સુધીની લોન, જાણો કોણ આપી રહ્યું છે ?
શું તમે પણ પેટીએમ વાપરો છો, તમારા માટે સારા સમાચાર છે. પેટીએમ પર હવે તત્કાલ 60 હજાર રૂપિયા સુધીની લોન મળશે. પેટીએમે પોતાની બાય નાઉ, પે લેટર સર્વિસ હેઠળ પોસ્ટપેડ મિની લોન્ચ કરી છે. કંપની તેનાથી નાની લોન ઉપલબ્ધ કરાવશે. તમને જણાવી દઈએ કે કંપનીએ તે માટે આદિત્ય બિરલા ફાઇનાન્સ લિમિટેડ સાથે ભાગીદારી કરી છે. કોરોના કાળમાં થશે મદદ: કંપની પ્રમાણે નાની ટિકિટ તત્કાલ લોન ગ્રાહકોને આ કોરોના સંકટ વચ્ચે એક ફ્લેક્સિબિલિટી આપશે. આ કોરોના વાયરસ મહામારી દરમિયાન ઘરેલુ ખરચાને મેનેજ કરવા માટે આ લોન ઉપયોગી સાબિત થશે. આ લોન યૂઝર્સને મોબાઇલ અને ડીટીએચ રિચાર્જ, ગેસ સિલિન્ડર બુકિંગ, લાઇટ અને પાણીના બિલ જેવા માસિક બિલોની ચુકવણીમાં મદદ કરશે. કંપની આપી રહી છે તત્કાલ ક્રેડિટ: પોસ્ટપેડ મિની લોન્ચ હોવાની સાથે કંપની 60,000 રૂપિયા સુધીની તત્કાલ ક્રેડિટ સિવાય 250 રૂપિયાથી 1000 રૂપિયા સુધીની લોન પણ ઉપલબ્ધ કરાવશે. સાથે ગ્રાહક પેટીએમ પોસ્ટપેડ મિનીની સાથે પેટીએમ મોલ પરથી ખરીદી પણ કરી શકે છે. પ્રથમવાર લોન લેનારને મળશે નવી સુવિધા: પેટીએમ લેન્ડિંગના સીઈઓ ભાવેશ ગુપ્તાએ કહ્યુ- અમે પ્રથમવાર લોન લેનારી વ્યક્તિ માટે એક નવી સુવિધા શરૂ કરી રહ્યાં છીએ. અમારી નવી પોસ્ટપેડ સર્વિસથી યૂઝર્સને સમય પર પોતાના બિલ અને બાકી પેમેન્ટની ચુકવણી કરવામાં સુવિધા રહેશે. 30 દિવસ સુધી કોઈ વ્યાજ નહીં: કંપનીએ આ નવી સર્વિસ હેઠળ યૂઝર્સને શૂન્ય ટકા વ્યાજ પર લોન ચુકાવવા માટે 30 દિવસની ઓફર આપી રહી છે. તેમાં કોઈ વાર્ષિક ફી કે એક્ટીવેશન ચાર્જ પણ નથી. પરંતુ તેણે માત્ર એક ન્યૂનતમ સુવિધા ફી આપવી પડશે. પેટીએમ પોસ્ટપેડ દ્વારા યૂઝર્સ દેશભરમાં ઓનલાઇન અને ઓફલાઇન મર્ચન્ટ સ્ટોર પર પેમેન્ટ કરી શકે છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : ઝી ન્યુઝ આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
45
12
સંબંધિત લેખ