AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
હવે હપ્તાની સાથે મળશે પાંચ હજારનું પેન્શન !
સમાચારGSTV
હવે હપ્તાની સાથે મળશે પાંચ હજારનું પેન્શન !
👉 પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધ સ્કીમ અંતર્ગત 2,000 રૂપિયાની ત્રણ હપ્તા એટલે કે 6000 રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં જમા થાય છે. આ સાથે જ ખેડૂતો માટે પેન્શનની સુવિધા પીએમ કિસાન માનધન યોજના અંતર્ગત પણ છે, જો તમે પીએમ કિસાનમાં એકાઉન્ટ હોલ્ડર છો તો તમને કોઈપણ પ્રકારના દસ્તાવેજ એટલે કે કાગળોની જરૂર નહીં પડે. તમારી સીધી નોંધણી પીએમ કિસાન માનધન યોજનામાં પણ થઈ જશે.તમે જાણી લો આ યોજનાના ફીચર અને બેનિફિટ્સ. 👉 પી.એમ. કિસાન માનધન યોજનામાં 18 વર્ષથી 40 વર્ષ સુધી કોઈ પણ ખેડૂત રોકાણ કરી શકે છે. વધુમાં વધુ ખેડૂતોને 5000 રૂપિયા 👌 આ સ્કીમમાં રજિસ્ટર્ડ ખેડૂત ઉમ્રને આધારે રોકણ કરે તો 60 વર્ષની ઉંમર થતાં જ 3000 રૂપિયા મહિને પેન્શન આવવાનું શરૂ થશે. એટલે કે 36,000 રૂપિયા વાર્ષિક પેન્શન મળશે. આ માટે ખેડૂતે 55 રૂપિયાથી લઇને મહિને 200 રૂપિયાનું રોકાણ કરવું પડશે. પીએમ કિસાન માનધન યોજનામાં ફેમેલિ પેન્શનની પણ જોગવાઈ છે. ખાતાધારકના મોત બાદ પણ જીવનસાથીને 50 ટકા પેન્શન મળતું રહેશે. ફેમિલિમાં ફક્ત પતિ અને પત્નીની જ જોગવાઈ કરાઈ છે. 👌 આ સ્કીમ હેઠળ પેન્શન મળી શકે છે. ઉંમરના હિસાબથી 60 વર્ષની ઉંમરે મહિને પેન્શન મળવાની જોગવાઈ છે. 👉પીએમ કિસાન સ્કીમ સરકારની ખેડૂતોને દર વર્ષે 2000 રૂપિયાની 3 કિસ્ત એટલે કે 6000 રૂપિયાની આર્થિક મદદ કરે છે. આ ખેડૂતોના ખાતામાં સીધી જમા થાય છે. ખેડૂતો પેન્શન સ્કીમનો લાભ લેવા માગતો હોય તો કિસાન સન્માન નીધિ યોજના હેઠળ મળતી રકમમાંથી પણ 3 હપતા કપાઈ શકે છે. આ માટે રજિસ્ટ્રેશન કરવાની પણ જરૂર નથી પણ ખેડૂતોને 60 વર્ષની ઉમર બાદ આ રકમ કામમાં આવી શકે છે. ખેડૂતોએ આ પ્રિમિયમની રકમ પોતાના ખિસ્સામાંથી કાઢવી નહીં પડે. 👉 પીએમ કિસાન માનધન યોજનામાં ખેડૂતે ઓછામાં ઓછા 55 અને વધુમાં વધુ 200 રૂપિયા દર મહિને ચૂકવવાના હોય છે. આમ વધુમાં વધુ 2400 અને ઓછામાં ઓછા 660 રૂપિયા આપવાના થાય છે. ખેડૂત 6 હજાર રૂપિયામાંથી અધિકત્તમ 2400 રૂપિયા પેન્શનમાં કપાવે તો તેના હાથમાં 3600 રૂપિયા આવશે. બાદમાં 60 વર્ષ બાદ ખેડૂતને દર મહિને 3000 રૂપિયાનું પેન્શન મળશે. આ સાથે 2000ની 3 હપતામાં રકમ પણ આવતી રહેશે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : GSTV. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
44
10