AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
હવે માપણીમાં નહીં લાગે સમય, બસ અડધો કલાક માં થઇ જશે કામ પૂર્ણ !
કૃષિ વાર્તાGSTV
હવે માપણીમાં નહીં લાગે સમય, બસ અડધો કલાક માં થઇ જશે કામ પૂર્ણ !
મિલ્કતોની માપણી વર્ષો સુધીનો સમય માગી લે એવો પડકાર છે, જેને પહોંચી વળવા ડ્રોનની મદદ લેવાનું નક્કી કરાયું છે. અગાઉ કોઈ એક જ ગામની મિલ્કતો માપતાં છ મહિના લાગી જતા તેના બદલે હવે ડ્રોનથી એ કામ અડધો – પોણો કલાકમાં જ પાર પડતું થઈ જશે. ગુજરાતમાં આ કામગીરી અન્વયે ૪૫-૪૫ કિલોમીટરનું કવરેજ ધરાવતા ૪૮ ટાવર નાખીને કન્ટીન્યૂઝ ઓપરેશન રેફરન્સ સ્ટેશન સ્થપાશે. રાજકોટ જિલ્લામાં રાજકોટ, ગોંડલ અને ઉપલેટા ખાતે ‘કોર્સ’ સ્થાપવા ૩-૩ લોકેશન સૂચવાયા છે. જેમાંથી આખરી પસંદગી હવે પછી થશે. ગામ નમુના નંબર ૬, ૭ (૧૨) નો ઉતારો, ૮(અ) વગેરેની ૭.૮૮ લાખ પૈકી ૬.૫ લાખ ૭.૮૮ લાખ પૈકી ૬.૫ લાખ એન્ટ્રી પૂરી થઈ ગઈ છે. રાજકોટ જિલ્લામાં પ્રારંભિક તબક્કે લોધિકા અને કોટડાસાંગાણી તાલુકાની પસંદગી થઈ છે, જેમાંના કયા ગામો પાયલોટ પ્રોજેકટમાં આવરી લેવા તે હવે નક્કી થશે. ઓટોમેટિક અપડેશન થતું રહે એવું સોફ્ટવેર પ્રોપર્ટીકાર્ડ બેંક લોન મેળવવામાં, દારપણાંનો દાખલો, જામીન લેવા સહિતનાં કામે ઉપયોગી છે, એને મિલ્કતના પૂરાવારૂપ ગણી આવા તમામ કાયદા અપાય છે. આજે રેકર્ડ પર કોઈ એક મિલ્કત હોય તેના ભવિષ્યમાં ભાઈ – ભાગ પડે અને ભાયાત માપણીના ચોક્કસ બે પોઈન્ટ મોકલે તો પણ સિટી સર્વે ડિપાર્ટમેન્ટના ઈનપૂટ આધારે રેકર્ડ પર એકના બે ભાગ આપોઆપ થઈ જશે. ઝડપી કામગીરી માટે સોફટવેર ઉપરાંત બાદમાં મોબાઈલમાં પણ અપડેટ કરી શકાશે અને મેઈન્ટેનન્સથી રેકોર્ડ કાયમ અપડેટ થતું રહે એવી તંત્રની ગણતરી છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : GSTV. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
22
2
અન્ય લેખો