સમાચારGSTV
હવે માત્ર 633 રૂપિયામાં LPG સિલિન્ડર? જાણો સંપૂર્ણ સમાચાર !
🧯 જો તમે પણ ગેસ સિલિન્ડરનું બુકિંગ કરાવી રહ્યા હોવ અથવા તો પછી નવું કનેક્શન લેવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. ઈન્ડેન તમને માત્ર 633 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપી રહ્યું છે.
🧯 ઈંન્ડેન તેના ગ્રાહકોની સગવડતા માટે કમ્પોઝીટ (નાનો) ગેસ સિલિન્ડર લાવ્યું છે. આ સિલિન્ડર તમે માત્ર 633.5 રૂપિયામાં લઈ શકો છો. આ ગેસ બોટલને તમે સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકો છો.
🧯 કમ્પોઝિટ સિલિન્ડર વજનમાં હલકું હોય છે. તેમાં 10 કિલો ગેસ મળે છે. એના કારણે આ ગેસના બાટલાની કિંમત ઓછી હોય છે. આ સિલિન્ડર ( ગેસ બોટલ) ની ખાસિયત એ છે કે તે ટ્રાન્સપરન્ટ હોય છે.
🧯 હાલ આ બોટલો 28 શહેરમાં ઉપલબ્ધ છે ટૂંક સમયમાં અન્ય શહેર વિસ્તારમાં પણ મળશે. IOCLની વેબસાઈટ અનુસાર, આ સિલિન્ડરની કિંમત મુંબઈમાં 634 રૂપિયા, કોલકાતામાં 652 રૂપિયા, ચેન્નાઈમાં 645 રૂપિયા, લખનઉમાં 660 રૂપિયા, ઈન્દોરમાં 653 રૂપિયા, ભોપાલમાં 638 રૂપિયા અને ગોરખપુરમાં 677 રૂપિયા છે.
સંદર્ભ : GSTV,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.