સમાચારએગ્રોસ્ટાર
હવે માતા-પિતા પોતાની ૩ દીકરીઓ માટે લઈ શકશે લાભ !!
📢સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં કેટલાક મોટા ફેરફારો કર્યા છે. જેના પછી હવે માતા-પિતા તેમની ત્રણ દીકરીઓ માટે આ યોજનાનો લાભ લઈ શકશે.નિયમો અનુસાર પહેલા તમે આ સ્કીમમાં માત્ર બે દીકરીઓ માટે જ રોકાણ કરી શકતા હતા
👉આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા ખાસ કરીને બાળકી માટે બનાવવામાં આવી છે. બાળકી ૨૧ વર્ષની ઉંમરે લાખોપતિ બની જશે. આ એક સરકારી નાની બચત યોજના છે જે છોકરીના ઉચ્ચ શિક્ષણ અને લગ્ન માટે મોટુ ભંડોળ એકત્ર કરવામાં મદદ કરે છે.
👉બેંક FD કરતા મળે છે વધારે રિટર્ન
તમને જણાવી દઈએ કે સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ, રોકાણકારોને ૭.૬ ટકા વળતર મળે છે. જે મોટાભાગની બેંક એફડી કરતા ઘણુ સારું છે. મોટાભાગની બેંકો લાંબા ગાળાની એફડી પર ૬% સુધી વ્યાજ ઓફર કરે છે.
👉મળે છે ટેક્સ છૂટનો લાભ
આ યોજનામાં રોકાણ કરીને, તમને આવકવેરાની કલમ 80C હેઠળ આવકવેરામાં છૂટ મળે છે. પહેલા માતા-પિતા માત્ર બે દીકરીઓના રોકાણ પર રૂ.૧.૫ લાખ સુધીની ટેક્સ છૂટનો ક્લેમ કરી શકતા હતા પરંતુ હવે તમે ત્રીજી દીકરી માટે પણ રોકાણ કરી શકો છો. આ યોજના હેઠળ તમે નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા ૨૫૦ રૂપિયા વાર્ષિક અને વધુમાં વધુ ૧.૫ લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો.
👉ડિફોલ્ટ એકાઉન્ટ પર પણ મળશે વ્યાજ
આ સાથે જે લોકો એક વર્ષમાં સ્કીમમાં ઓછામાં ઓછા ૨૫૦ રૂપિયાનું રોકાણ નથી કરતા તેમના એકાઉન્ટ ડિફોલ્ટ માનવામાં આવે છે. પહેલા આવા ખાતા પર વ્યાજ મળતું બંધ થઈ જતું હતું, પરંતુ હવે નિયમોમાં ફેરફાર થયા બાદ ડિફોલ્ટ ખાતામાં જમા રકમ પર વ્યાજ મળતું રહેશે.
👉ખાતુ બંધ કરવાના નિયમોમાં ફેરફાર
જણાવી દઈએ કે પહેલા આ સ્કીમ હેઠળ જો બાળકીનું મૃત્યુ થાય તો ખાતું બંધ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જો કોઈ ખાતાધારકને જીવલેણ બીમારી થાય છે. તો તે ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે. ત્યાં જ માતાપિતાના મૃત્યુની સ્થિતિમાં પણ તમને ખાતું બંધ કરવાની સુવિધા મળે છે.
સંદર્ભ : એગ્રોસ્ટાર
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.