AgroStar
હવે મળશે ૫૦,૦૦૦ ની સહાય ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોને !!
સમાચારએગ્રોસ્ટાર
હવે મળશે ૫૦,૦૦૦ ની સહાય ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોને !!
🌱ખેતીમાં રસાયણોના વધતા જતા ઉપયોગને કારણે જમીન તેની ફળદ્રુપ શક્તિ ગુમાવી રહી છે. જેના કારણે વર્ષે પાકનું ઉત્પાદન ઘટી રહ્યું છે ત્યારે આનો સૌથી મોટો ફટકો ખેડૂતોને ભોગવવો પડી રહ્યો છે.આ માટે કેન્દ્ર સરકારે પરંપરાગત કૃષિ વિકાસ યોજના શરૂ કરી છે, જે અંતર્ગત ખેડૂતોને જૈવિક ખેતી માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. આ યોજનામાં ખેડૂતોને આર્થિક મદદ આપવાની પણ જોગવાઈ છે, જેથી સજીવ ખેતી કરીને જમીનની તંદુરસ્તી અને પાકનું સારું ઉત્પાદન મેળવી શકાય. આ રીતે મળશે સહાય 🌱અદ્યતન ખેતીની તકનીકો સાથે જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે વર્ષ ૨૦૧૬માં પરંપરાગત કૃષિ વિકાસ યોજના શરૂ કરવામાં આવી હતી. ૧) જેમાં ખેડૂતોને ૩ વર્ષ માટે ૫૦,૦૦૦ રૂપિયા પ્રતિ હેક્ટરના દરે નાણાકીય સહાય આપવામાં આવે છે. ૨) આ સહાય પાકના સારા ઉત્પાદનથી લઈને બજારમાં માર્કેટિંગ સુધીના કામો માટે આપવામાં આવે છે. ૩) આર્થિક સહાયની રકમમાંથી રૂ. ૩૧,૦૦૦ સીધા લાભાર્થી ખેડૂતના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે, જેથી ખેડૂતો સારી ગુણવત્તાના સેન્દ્રિય ખાતર,જૈવ જંતુનાશક અને પ્રમાણિત બિયારણની વ્યવસ્થા કરી શકે. ૪) બાકીના ८,૮૦૦ રૂ ૩ વર્ષ માટે પ્રોસેસિંગ, પેકિંગ, માર્કેટિંગ સહિત લણણી પછીના મેનેજમેન્ટ સપોર્ટ માટે પ્રતિ હેક્ટર આપવામાં આવે છે. ૫)ક્લસ્ટર અને ક્ષમતા નિર્માણ માટે ૩ વર્ષ માટે પ્રતિ હેક્ટર ૩૦૦૦ રૂપિયાની સહાયની જોગવાઈ પણ છે. પરંપરાગત કૃષિ વિકાસ યોજના હેઠળ, સજીવ ખેતીને પ્રોત્સાહન આપવા માટે પર્વતીય, આદિવાસી અને વરસાદ આધારિત વિસ્તારોને અગ્રતા આપવામાં આવે છે. 👉અહીં અરજી કરો ૧) જે ખેડૂતો જૈવિક ખેતી કરવા માટે પરંપરાગત કૃષિ વિકાસ યોજનાની આર્થિક સહાયનો લાભ લેવા માંગતા હોય તેઓ યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pgsindia-ncof.gov.in/PKVY/index પર જઈને અરજી કરી શકે છે. ૨) સૌથી પહેલા હોમપેજ પર Apply Now વિકલ્પ પર ક્લિક કરો. અહીં નવા વેબપેજ પર અરજી ફોર્મ ખુલશે, જ્યાં ખેડૂતે નામ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી સહિતની જરૂરી માહિતી ભરવાની રહેશે. ૩) આ સાથે જરૂરી દસ્તાવેજોની સ્કેન કોપી પણ અરજી ફોર્મમાં અપલોડ કરવાની રહેશે. ૪) સબમિટ બટન પર ક્લિક કરવાથી ખેડૂતની અરજી થઈ જશે અરજી વિશેની માહિતી રજિસ્ટર્ડ ફોન નંબર અને ઈ-મેલ પર પ્રાપ્ત થશે. વધુ માહિતી માટે, વેબસાઇટ પર સંબંધિત અધિકારીઓના સંપર્ક કરવા માટે Contact Us પણ લિંક કરવામાં આવ્યું છે, જ્યાં તમે કૉલ કરીને એપ્લિકેશનની સ્થિતિ જાણી શકો છો. 👉સંદર્ભ : એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
31
10
અન્ય લેખો