AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
હવે ભીંડાનો રંગ હશે 'લાલ'
કૃષિ વાર્તાપુઢારી
હવે ભીંડાનો રંગ હશે 'લાલ'
વારાણસી: ભારતીય કૃષિ વૈજ્ઞાનિકોએ લગભગ 23 વર્ષોની સખત મહેનત બાદ ભીંડાની નવી પ્રજાતિ વિકસાવી છે. ભારતીય શાકભાજી સંશોધન સંસ્થા (આઈઆઈવીઆર) ના વૈજ્ઞાનિકોએ ખાસ લાલ રંગના ભીંડા વિકસાવ્યા છે. તેનું નામ 'કાશી લાલિમા' છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે આ ભીંડામાં એન્ટી ઓક્સીડેન્ટ, આયર્ન અને કેલ્શિયમ સહિતના તમામ પોષક તત્વોથી ભરપૂર છે. તેની કિંમત સામાન્ય ભીંડા કરતા વધારે છે. કાશી લાલિમા ભીંડાની વિવિધ જાતોનો ભાવ 100 થી 500 રૂપિયા પ્રતિ કિલો છે.
તમને જણાવી દઈએ કે લાલ રંગના ભીંડા પશ્ચિમી દેશોમાં જોવા મળે છે અને તે આપણા દેશમાં ઉપયોગ કરવા માટે ત્યાંથી આયાત કરવામાં આવે છે. દેશમાં આ જાત વિકસિત થઈ જાય, પછી તેને આયાત કરવાની જરૂર રહેશે નહીં. હવે ભારતીય ખેડુતો પણ તેનું ઉત્પાદન કરી શકશે. સંસ્થાએ કહ્યું કે આ માટે કામ 1995-96 માં શરૂ થયું હતું. પરંતુ હવે અમને સફળતા મળી છે. સંસ્થામાંથી કાશી લાલિમા ભીંડાનું બિયારણ સામાન્ય લોકો માટે ડિસેમ્બરથી મળશે. આનાથી ખેડૂતોને ફાયદો થશે, સાથે જ સામાન્ય લોકોને પણ તેનાથી ભરપુર પોષક તત્વો મળશે. સંદર્ભ - પુઢારી, 22 સપ્ટેમ્બર 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
410
1