AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
 હવે નહિ રહે મગફળી માં ફૂગ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
હવે નહિ રહે મગફળી માં ફૂગ
આ રોગ રેતાળ તેમજ કાળી જમીનમાં તથા ચોમાસાની ઋતુમાં વધારે જોવા મળે છે.આ રોગ વધારે વરસાદના કારણે અથવા વાવણી પછી વરસાદની ખેંચ તેમજ ઉંચુ તાપમાન હોય તો આ રોગ ઝડપથી ફેલાય છે. આ રોગના મુખ્ય લક્ષણોમાં શરૂઆતમાં છોડ પાણીની ખેંચ અનુભવતો હોય તેવું લાગે છે અને ખુબજ ઝડપથી એકાએક આખો છોડ સુકાઈ જાય છે.આ રોગ લાગેલા મગફળીના છોડના મૂળની છાલ ભૂખરી કે કાળા રંગની થતી જાય છે.મુખ્ય મૂળની ટોચના છેડેથી પાતળું થયેલ જોવા મળે છે.રોગિષ્ટ છોડને ખેંચીને ઉપાડવામાં આવે તો સહેલાઈથી ઉપડી જાય છે.જ્યારે આ રોગ વધી જાય તો છોડ સુકાઈ જાય છે. હાલના સમયમાં વરસાદ પડવાને લીધે મધ્યમ કાળી તથા ચીકણી જમીનમા પાણી ભરાઈ રહેવાની સમસ્યાના લીધે ફુગજન્ય રોગના લીધે મુળખાય અને સુકારાનો પ્રશ્ન આવતો હોય છે, જેથી પાણી નો ઝડપ થી નિકાલ કરવો. આ રોગના નિયંત્રણ માટે મેન્ડોઝ(મેન્કોઝેબ 63% + કાર્બેન્ડાઝીમ 12% ડબ્લ્યુ પી) 500 ગ્રામ અથવા કોપર 1 (કોપર ઓક્સીક્લોરાઇડ) 500 ગ્રામ અને સારા મૂળ ના વિકાસ માટે હ્યુમિક પાવર 400 ગ્રામ રેતી સાથે મિક્સ કરી ને 1 એકર માં પૂંખવુ. 👉સંદર્ભ : Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
13
3