AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
હવે નહિ રહે કપાસ માં નિંદામણ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
હવે નહિ રહે કપાસ માં નિંદામણ
🌱ખેતીમાં આપણા ચાર મુખ્ય દુશ્મનો છે. રોગ, જીવાત, ઉંદર અને નીંદણ. આમાથી રોગ ધ્વારા 26.3 ટકા, જીવાત દ્વારા 9.6 ટકા, ઉંદર દ્વારા 13.8 ટકા અને નિંદામણ દ્વારા સૌથી વધુ 33.8 ટકા જેટલું નુકસાન પાક ઉત્પાદનમાં નોંધાયુ છે. નિંદણને કારણે જુદા જુદા પાકોમાં થતો ઉત્પાદનનો ઘટાડો 10 થી 100 % જેટલો થઈ શકે છે. 🌱હાલમાં કપાસનો પાક 25 થી 30 દિવસનો થઈ ગયો હશે.હાલના સમયમાં થોડું ભેજવાળું અને વરસાદ ના કારણે કપાસ ના પાકમાં નિંદામણ ના પ્રશ્ન જોવા મળે છે. 🌱જો કપાસ ના પાકમાં ખાલી સાંકળાપાન વાળા નિંદામણ જેવા કે ધરો, બરું, બંટ, આરોતારો, સામો, ખારીયું, કારીયું,કુતેલું, ઝીઝવો,ભુમસી અને ચોખલીયુ વગેરે જેવા નિંદામણના નિયંત્રણ માટે કિવીઝ માસ્ટર (ક્વિઝાલોફોપ ઇથાઇલ 5% ઇસી) દવાને 40 મિલી/પંપ અથવા 400 મિલી/એકર ના દર પ્રમાણે છંટકાવ કરી શકો છો. 🌱જો કપાસ ના પાક માં સાંકડા અને પહોળા પાન વાળા નિંદામણ જેવા કે ધરો, બરૂ, આરોતારો, સામો, બંટ, ખારીયું, કારીયું,કુતેલું, ઝીઝવો,ભુમસી, ચોખલીયુ, કાંસકી, તાંદળજો, દારૂડી, ખાખી વીડ અને ચીલ વગેરે જેવા નિંદામણના નિયંત્રણ માટે પારીથોઓબેક સોડિયમ 6% + ક્વિઝાલોફોપ ઇથાયલ 4% એમઇસી દવાને 40 મિલી/પંપ અથવા 400 મિલી/એકર ના દર પ્રમાણે છંટકાવ કરી શકો છો. 👉સંદર્ભ : Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
72
28
અન્ય લેખો