ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
હવે નહિ આવે જીરું માં સુકારો
🌱હાલના વાતાવરણ પ્રમાણે જીરુંના પાકમાં સુકારાની સમસ્યા વધારે જોવા મળતી હોય છે અને નુકશાન પણ વધારે થાય છે જેને કારણે ખેડૂતો ને ઉત્પાદન ઓછું મળે છે. તો ચાલો જાણીએ આ સુકારા નું સચોટ નિયંત્રણ.
🌱આ રોગ જમીનજન્ય ફૂગથી થતો હોવાથી જે ખેતરમાં આગળના વર્ષે જીરૂનો પાક હોય તેમાં વધારે જોવા મળે છે. જેને ખેડૂત મિત્રો જીરું ઉતરી જવું પણ કહે છે. આ રોગ સૌ પ્રથમ છોડની ટોચ ચીમળાઈ છે ત્યાર બાદ આખો છોડ સુકાય જાય છે. છોડ કુંડાળામાં સુકાતા ખેતરમાં જોવા મળે છે.
🌱આ રોગ ના સચોટ નિયંત્રણ માટે મેન્ડોઝ (મેન્કોઝેબ 63% + કાર્બેન્ડાઝિમ 12% ડબલ્યુપી) 500 ગ્રામ સાથે મૂળના સારા વૃદ્ધિ વિકાસ માટે હુમિક પાવર NX 400 ગ્રામ જો જમીનમાં ભેજ હોય તો 10 કિલો માટી સાથે મિશ્રણ કરીને એક એકરમાં આપવું.
👉સંદર્ભ :- Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!