AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
હવે ધરતીપુત્ર ના પાક માં નઈ થાય નુકશાન
સમાચારએગ્રોસ્ટાર
હવે ધરતીપુત્ર ના પાક માં નઈ થાય નુકશાન
👉🏻તીડનું આક્રમણ ખેડૂતો પરેશાન કરી મુકે છે અને ખેડૂતોનો તૈયાર થયેલા પાક પર ગણતરીના કલાકોમાં જ પાણી ફરી વળે છે. રાજસ્થાનના જેસલમેરમાં તીડના બચ્ચા દેખાવાના મામલે બનાસકાંઠા માટે રાહતના સમાચાર છે. તીડ નિયંત્રણ વિભાગે જિલ્લાના સરહદી વિસ્તારોમાં રૂટિન સર્વે કરતા હાલ કોઈ તીડ ન હોવાનું સામે આવ્યું છે. રાજસ્થાન તીડ નિયંત્રણ વિભાગે તીડ કંટ્રોલ કર્યા છે. બનાસકાંઠા વહીવટી તંત્ર રાજસ્થાન તીડ વિભાગના સંપર્કમાં છે. હાલ જિલ્લામાં તીડના અવશેષો નથી. ખેડૂતોના હિતમાં તીડ નિયંત્રણ વિભાગ દ્વારા 15 દિવસે સર્વે કરવામાં આવે છે. 👉🏻તીડ શું છે તીડ એક જાતના તીતીઘોડા છે.જે અનુકુળ પરિસ્થિતિમાં ટોળા બનાવીને સેંકડો માઇલ સુધી એક ધારા ઉડીને દુરના પ્રદેશમાં આક્રમણ કરીને ખેતીવાળા પ્રદેશમાં ઉતરીને હજારો એકર પાકને નકુશાન કરે છે. તાજા નીકળેલા લાલ તીડ ખૂબ જ ખાઉધરા હોય છે અને દૂર ઉડવાની ક્ષમતા ધરાવે છે. તીડથી બચવા અને નિયંત્રણ માટે શું કરશો 👉🏻તીડનું ટોળું આવતું હોવાની જાણ થાય તો તરત જ ગ્રામજનોને સાવધાન કરો, ખેતરમાં ઢોલ, પતરાના ડબ્બા કે થાળીઓ વગાડી મોટો અવાજ કરો. 👉🏻તીડનું ટોળું રાત્રી રોકાણ કરે તો કેરોસીનના કાકડા સળગાવીને ભગાવો. 👉🏻લીમડાની લીંબોળીની માંજનો ભુકો 500 ગ્રામ (5 ટકા અર્ક) અથવા લીમડાનું તેલ 40 મીલી + કપડાં ધોવાનો પાઉડર 10 ગ્રામ અથવા લીમડા આધારીત તૈયાર કરેલ કીટનાશક 20 મીલી થી 40 મીલી 10 લીટર પાણીમાં ઉમેરી આ દ્રાવણનો છંટકાવ કરવાથી તીડ આવા છોડ ખાતા નથી. 👉🏻તીડ જ્યાં ઈંડા મુક્યા હોય તે વિસ્તારમાં ઊંડી ખેડ કરીને ઇંડાનો નાશ કરવો. ઉપરાંત જે વિસ્તારમાં તીડે ઈંડા મૂક્યા હોય તે વિસ્તારની જમીન પર એક હેકટર દીઠ 25 કિલોગ્રામ જેટલી મેલાથીઓને 5 ટકા ભૂકીના પટ્ટા કરવા. 👉🏻તીડ ના બચ્ચા મોટા થયા પછી ખોરાકની શોધમા આગેકૂચ કરતા હોય ત્યારે અનુકૂળ જગ્યાએ લાંબી ખાઈ ખોદીને તીડના બચ્ચાના ટોળા દાટી દેવા. 👉🏻તીડના બચ્ચાના ટોળાને આગળ વધતાં અટકાવવા ઝેરી પ્રલોભીકા (ઘઉં-ડાંગર ભૂસાની 100 કિલોગ્રામ) ની સાથે ફેનીટોથ્રીઓન (0.5 કિગ્રા) જંતુનાશક દવા + ગોળની સસી (5 કિલોગ્રામ) 0.4 ટકા ક્વીનાલફોસ 1.5 ટકા ભૂકીનો છંટકાવ કરવો. 👉🏻તીડ જોવા મળે તો તરત જ અસર પામતાં ગામના સરપંચ, તલાટી કમ મંત્રી દ્વારા તીડનો અહેવાલ ગ્રામસેવક વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, જીલ્લા ખેતીવાડી અધિકારીને ઈમેલ, ટેલીફોન, મોબાઇલ, વોટ્સએપ, એસએમએસ દ્વારા મોકલવો. જો આ શક્ય ન હોય તો ખાસ માણસ દ્વારા શક્ય તેટલી વહેલી તકે પહોંચતો કરવો. 👉સંદર્ભ :-Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર !
7
1
અન્ય લેખો