યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
હવે દર મહિને સરકાર આપશે 3 હજાર રૂપિયા
👨🏻🌾ખેડૂતોની મદદ માટે સરકાર દ્વારા ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આમાંની એક યોજના PM કિસાન માનધન યોજના છે. આ યોજના હેઠળ સરકાર ખેડૂતોને😍દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન આપી રહી છે.
➡️માત્ર 18 થી 40 વર્ષની વયના ખેડૂતો જ આ યોજના માટે અરજી કરવા પાત્ર છે. રોકાણની રકમ અરજદારની ઉંમરના આધારે નક્કી કરવામાં આવે છે. જો તમે 18 વર્ષની ઉંમરે આ પ્રોગ્રામ માટે અરજી કરો છો તો તમારે દર મહિને 55 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જો તમે 40 વર્ષની ઉંમરે અરજી કરો છો, તો તમારે દર મહિને 200 રૂપિયાનું રોકાણ કરવું પડશે.
➡️તમે 60 વર્ષના થયા પછી તમને દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન મળે છે. નજીકના જાહેર સેવા કેન્દ્રની મુલાકાત લઈને અરજી કરી શકો છો. આ પછી તમારે તમારા બધા જરૂરી દસ્તાવેજો VLE (Village Level Entrepreneur) ને આપવા પડશે. આ પછી તે તમારી 😍અરજીને યોજનામાં સામેલ કરશે. આ ઉપરાંત, તમે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જઈને જાતે જ આ યોજના માટે અરજી કરી શકો છો. બે હેક્ટરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતો આ યોજના માટે અરજી કરી શકે છે.
👉મહત્વપૂર્ણ માહિતી
👉2 હેક્ટર અથવા તેનાથી ઓછી ખેતીલાયક જમીન હોવી આવશ્યક છે
👉કોઈ પણ અરજદારની ઉંમર 18 વર્ષ થી 40 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે.
👉જરૂરી દસ્તાવેજ
➡️આધાર કાર્ડ
➡️મોબાઇલ નંબર
➡️પાસપોર્ટ સાઇઝનો ફોટો
➡️ઓળખપત્ર
➡️ઉમરનું પ્રમાણપત્ર
➡️/12, 8A
➡️બેંક ખાતાની પાસબુક
👉સંદર્ભ :- Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!