કૃષિ વાર્તાસકાલ
હવે દરેક ખેડૂતોને મળશે પી.એમ.કિસાન યોજનાનો લાભ
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના માટે નક્કી કરેલ 2 હેકટર જમીનની મર્યાદાને સમાપ્ત કરી દીધી છે. હવે બધા ખેડૂતોને કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળશે. નવી સરકારની કેબિનેટની પ્રથમ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો. બેઠક પછી કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આ માહિતી આપી. તોમરે કહ્યું કે, કિસાન સન્માન યોજના હેઠળ, સન્માન નિધિની સંખ્યા વધારીને 12 કરોડથી વધીને 15 કરોડ થઈ જશે. નોંધનીય છે કે, પહેલા આ યોજનાનો લાભ મેળવવા માટે તે જ ખેડૂતો હકદાર હતા, જેમના નામે 2 હેકટરથી ઓછી જમીન હતી. હવે આ યોજનથી દરેક ખેડૂતને લાભ મળવા પાત્ર રહેશે. આ યોજનાથી સરકારી તિજોરી પર 87 હજાર કરોડ રૂપિયાનો વાર્ષિક બોજ પડશે.
નાણાકીય વર્ષ 2019-20 ના અંતર્ગત બજેટમાં 75 હજાર કરોડ રૂપિયાની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. જેના હેઠળ સરકારે બે હેકટર સુધીની જમીન ધરાવતા 12 કરોડ ખેડૂતોને ત્રણ ભાગમાં 6 હજાર રૂપિયા વાર્ષિક આપવાની જાહેરાત કરી હતી. સંદર્ભ: સકાલ 1 જૂન, 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
167
0
સંબંધિત લેખ