AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
હવે તો લગ્ન માટે પણ ઇન્શ્યોરન્સ !! શું તમે હજુ નથી જાણ્યું ?
સમાચારન્યૂઝ18 ગુજરાતી
હવે તો લગ્ન માટે પણ ઇન્શ્યોરન્સ !! શું તમે હજુ નથી જાણ્યું ?
👫 આ વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં લગ્નની સિઝન બાદ આગામી લગ્નની સિઝન જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં મળશે. અલબત્ત અત્યારે કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના કેસોમાં વધારો ધ્યાનમાં લેતાં લગ્નો ફરી રદ કરવા પડી શકે છે. આવા કિસ્સાઓમાં આર્થિક નુકસાન ટાળવા માટે તમે લગ્નનો વીમો લેવાનું પસંદ કરી શકો છો. 👫 ઉલ્લેખનીય છે કે, છેલ્લી ઘડીએ લગ્ન પ્રસંગ રદ કરવામાં આવે અથવા સમય બદલવામાં આવે તેવું કોઈ ઇચ્છતું નથી. જોકે, ક્યારેક એવી સ્થિતિ ઊભી થાય છે કે, લગ્ન રદ કરવા પડે છે કે લગ્નની તારીખ બદલવી પડે છે. આવા કિસ્સાઓમાં લગ્નનો વીમો લેવો તમારા પૈસાનું નુકસાન અટકાવી શકે છે. કેટલી કિંમતનો વીમો ? 👫 લગ્ન વીમાની વીમારકમ તમારા બજેટ પર આધાર રાખે છે. વીમા પર વસૂલવામાં આવતું પ્રીમિયમ કુલ વીમાની રકમના 0.7-2 ટકા વચ્ચે જ રહે છે. જો તમારે 10 લાખ રૂપિયાનો લગ્ન વીમો લેવો હોય તો તમારે 7,500 થી 15,000 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડશે. લગ્ન વીમામાં લગ્ન રદ થવા અથવા અન્ય કોઈ નુકસાનને કારણે મોટા ખર્ચને આવરી લેવામાં આવે છે. વીમા પોલિસીઓ સામાન્ય રીતે ચાર કેટેગરીમાં હોય છે. જવાબદારી વીમો : 👫 આ કેટેગરીમાં અકસ્માત કે ઇજાને કારણે લગ્ન સમારોહ દરમિયાન થર્ડ પાર્ટીને થતા કોઈપણ નુકસાનને આવરી લેવામાં આવે છે કેન્સલેશન કવરેજ: 👫 આ કેટેગરીમાં લગ્ન અચાનક અથવા અણધારી રીતે રદ થવાને કારણે થતા નુકસાનને આવરી લેવામાં આવે છે. લગ્ન વીમો નીચેના ખર્ચને કવરેજ આપે છે: 👫 કેટરિંગ માટે આપવામાં આવતું એડવાન્સ 👫 લગ્ન સ્થળ માટે આપવામાં આવતું એડવાન્સ 👫 મુસાફરી એજન્સીઓને આપવામાં આવતું એડવાન્સ 👫 હોટલના રૂમ બુક કરવા માટે આપવામાં આવતું એડવાન્સ 👫 લગ્નની કંકોત્રી છાપવાની કિંમત 👫 સંગીત અને ડેકોરેશન માટે આપવામાં આવતું એડવાન્સ 👫 ડેકોરેશન અને મેરેજ સેટની કિંમત 👫 આ કિસ્સામાં વીમા કંપનીને કરો જાણ ⚭ જો લગ્ન કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બને છે તો તમારે તરત જ વીમા કંપનીને તેના વિશે જાણ કરવી જરૂરી છે. ત્યારબાદ વીમા કંપની દ્વારા હકીકતો જાણવા તપાસ કરવામાં આવશે અને જો તમને યોગ્ય કારણોસર નુકસાન થયું હોય તો તમને થયેલા નુકસાનની ભરપાઈ કરવામાં આવશે. સંદર્ભ : ન્યૂઝ18 ગુજરાતી, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
21
11