AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
હવે તમામ ખાતર ભારત બ્રાન્ડના નામથી વેચાશે !!
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
હવે તમામ ખાતર ભારત બ્રાન્ડના નામથી વેચાશે !!
➡️હવે દેશના તમામ ખાતર ખેડૂતોને ભારતના નામે જ ઉપલબ્ધ થશે. 'વન નેશન વન ફર્ટિલાઈઝર'ની વિભાવનાને મૂર્ત સ્વરૂપ આપતા, ભારત સરકારના ખાતર મંત્રાલયે તમામ કંપનીઓને તેના આદેશો જારી કર્યા છે. ખાતર સબસિડી યોજના હવે પ્રધાનમંત્રી ભારતીય જન ખાતર પ્રોજેક્ટ (PMBJP) તરીકે ઓળખાશે. ખેડૂતોને સબસિડીમાં ઉપલબ્ધ તમામ ખાતરો જેમ કે યુરિયા, ડીએપી, એનપીકે, પોટાશ માત્ર ભારત બ્રાન્ડના જ મળશે, પછી ભલે તેઓ કોઈપણ કંપનીના હોય. ➡️આ યોજના હેઠળ ખાતરની નવી બેગની ડિઝાઇન પણ કંપનીઓને મોકલવામાં આવી છે. દરેક બેગ પર બ્રાંડ નેમ અને લોગો સાથે પ્રધાનમંત્રી ભારતીય ખાતર યોજના લખવામાં આવશે. આ સાથે, બેગના ત્રીજા ભાગ પર કંપનીઓનું નામ, લોગો અને અન્ય માહિતી હશે. ➡️ભારત સરકારના ખાતર મંત્રાલયના સંયુક્ત સચિવ સુશ્રી નીરજા અદીદમ દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ, નવી ખાતરની થેલીઓનું વેચાણ ૨ ઓક્ટોબર, ૨૦૨૨થી શરૂ થશે. આ સાથે જ ખાતર કંપનીઓને ૩૧ ડિસેમ્બર, ૨૦૨૨ સુધીનો સમય આપવામાં આવ્યો છે, જેથી આ સમય સુધીમાં જૂની બેગો ને હટાવવામાં આવે. સંદર્ભ : એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
19
8
અન્ય લેખો