AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
હવે ઘર બેઠા થશે કોરોના ટેસ્ટ ! ટેસ્ટ માટે મળી મંજૂરી !
એગ્રી ડૉક્ટર સલાહસંદેશ
હવે ઘર બેઠા થશે કોરોના ટેસ્ટ ! ટેસ્ટ માટે મળી મંજૂરી !
👉 કોરોના મહામારીની વચ્ચે હવે તમે ઘરે જાતે જે કોવિડ -19 ટેસ્ટ કરી શકો છો . ICMR એ કોવિડ માટે હોમ બેઝડ ટેસ્ટિંગ કિટને મંજૂરી આપી દીધી છે. આ એક હોમ રેપિડ એન્ટીજન ટેસ્ટિંગ કિટ છે. તેનો ઉપયોગ કોરોનાના હળવા લક્ષણ કે સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવતા લોકો કરી શકે છે. હોમ બેઝડ ટેસ્ટિંગ કિટનું વધુ પરીક્ષણ ના કરવાની સલાહ આપી છે. ICMR સિવાય ડીસીજીઆઈ એ પણ હોમ બેઝડ ટેસ્ટિંગ કિટની બજારમાં વેચાણને મંજૂરી આપી દીધી છે. જો કે આ ટેસ્ટિંગ કિટ તરત બજારમાં ઉપલબ્ધ થશે નહીં તેને મોટાપાયે ઉપલબ્ધ થવામાં સમય લાગી શકશે. આપને જણાવી દઇએ કે ICMR એ કોવિડ માટે હોમ બેઝડ ટેસ્ટિંગ કિટને મંજૂરી આપ્યા બાદ હવે કોરોનાની તપાસ કરવી ખૂબ સરળ થશે હાલ ભારતમાં એક કંપનીને તેની મંજૂરી આપી દેવામાં આવી છે, જેનું નામ Mylab Discovery solution Ltd છે. 👉 મોબાઈલમાં એપ ડાઉનલોડ કરવાની રહેશે ICMR તરફથી જારી નિવેદન અનુસાર, હોમ ટેસ્ટિંગ માત્ર સિપ્ટોમેટિક દર્દીઓ માટે છે અથવા તો એવા લોકો કે જેઓ લેબર્મા કન્ફર્મ કેસના સીધા સંપર્કમાં આવ્યા હોય. હોમ ટેસ્ટિંગ કિટ બનાવનાર કંપનીએ જણાવેલ મેન્યુઅલ રીતે થશે. તેના માટે ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોરમાંથી એપ ડાઉનલોડ કરવાની રહેશે. મોબાઈલ એપ દ્વારા પોઝિટિવ અને નેગેટિવ રિપોર્ટ મળશે. આવી રીતે કરી શકાશે ટેસ્ટ 👉 આ કિટ દ્વારા લોકોનો નેસલ વેબ લેવાનું રહેશે. હોમ ટેસ્ટિંગ કરનારા લોકોએ સ્ટ્રિપનો ફોટો લેવાનો રહેશે. આ ફોટો એ ફોનથી લેવાનો રહેશે, જેના પર મોબાઈલ એપ ડાઉનલોડ કરી હોય. મોબાઈલ ફોનનો ડેટા સીધો ICMR ના ટેસ્ટિંગ પોર્ટલ પર સ્ટોર થઈ જશે. આ ટેસ્ટ દ્વારા જેમનો રિપોર્ટ પોઝિટિવ આવશે, તેમને સંક્રમિત માનવામાં આવશે, તેમને અન્ય કોઈ ટેસ્ટની જરૂર નહીં પડે. જે લોકો પોઝિટિવ હશે, તેમણે આઈસોલેશન અંગે ICMR અને આરોગ્ય મંત્રાલયની ગાઈડલાઈન માનવાની રહેશે. લક્ષણવાળા જે દર્દીઓનું રિઝલ્ટ નેગેટિવ આવશે, તેમણે RT-PCR ટેસ્ટ કરાવવાનો રહેશે. તમામ રેપિડ એન્ટીજન નેગેટિવ સિપ્ટોમેટિક લોકોને શંકાસ્પદ કોવિડ કેસ માનવામાં આવશે. આવા લોકોએ RT - PCR ટેસ્ટનો રિપોર્ટ આવે ત્યાં સુધી હોમ આઈસોલેશનમાં રહેવું પડશે. આ સમગ્ર પ્રક્રિયામાં દર્દીની ગોપનીયતા યથાવત્ રહેશે. ઉલ્લેખનીય છે કે અત્યારે કોરોના માટે એન્ટીજન અને આરટીપીસીઆર તપાસ કરાય છે. એન્ટીજનનો રિપોર્ટ જ્યાં તરત જ મળી જાય છે તો આરટીપીસીઆર તપાસ રિપોર્ટ 24 કલાકમાં આવે છે. પરંતુ હવે કોરોના ટેસ્ટિંગ માટે હોમ બેઝડ ટેસ્ટિંગ કિટને મંજૂરી મળી ગઇ છે. તેનાથી તપાસમાં તેજી આવશે જ સાથો સાથ લોકો ઘરે બેઠા કોરોનાની તપાસ કરી શકે છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : સંદેશ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
8
4
અન્ય લેખો