AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
હવે ઘરે બેઠા મોબાઇલમાંથી રાશનકાર્ડમાં નામ ઉમેરવું થયું સરળ !
સમાચારGSTV
હવે ઘરે બેઠા મોબાઇલમાંથી રાશનકાર્ડમાં નામ ઉમેરવું થયું સરળ !
👉 તમે રાશનકાર્ડમાં નવા સભ્યનું નામ ઓલાઇન પણ ઉમેરી શકો છો અને સરકારની યોજનાનો સંપૂર્ણ લાભ લઈ શકો છો. તમે ઘરે બેઠા રાશનકાર્ડમાં નવા સભ્યનું નામ ઉમેરી શકો છો. પરંતુ ઘણી વખત લોકોને રાશનકાર્ડમાં પોતાનું નામ ઉમેરવું ખૂબ મુશ્કેલ લાગે છે પરંતુ તેની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. આવો જાણીયે કે તમે કેવી રીતે નવા સભ્યના નામની રાશનકાર્ડમાં નોંધણી કરી શકો છો. 👉 રાશનકાર્ડમાં નવા સભ્યનું નામ ઉમેરવા માટેના દસ્તાવેજો – જો કોઈ બાળકનું નામ ઉમેરવું હોય, તો ઘરના વડાનું રાશનકાર્ડ આપવું પડશે. બાળકનો જન્મ પ્રમાણપત્ર અને બાળકના માતા-પિતા બંનેનું આધારકાર્ડ આપવું પડશે. 👉 જો ઘરમાં લગ્ન પછી પુત્રવધૂનું નામ ઉમેરવું હોય તો મહિલાનું આધારકાર્ડ અને લગ્નનું પ્રમાણપત્ર આપવું પડશે. પતિનું રાશનકાર્ડ (ફોટોકોપી અને મૂળ બંને) અને જે અગાઉ માતાપિતાના ઘરે હતું તે રાશનકાર્ડમાંથી નામ કાઢી નાખવાનું પ્રમાણપત્ર . 👉 મોબાઇલથી નામ ઉમેરવાની કાર્યવાહી- તમારે તમારા રાજ્યના ખાદ્ય પુરવઠાની સત્તાવાર સાઇટ પર જવું પડશે. અહીં અમે તમને યુપીની સાઇટની લિંક આપી છે ( https://fcs.up.gov.in/FoodPortal.aspx ). હવે તમારે લોગગિન આઈડી બનાવવી પડશે, જો તમારી પાસે પહેલાથી પીપલ આઈડી છે, તો પછી તેની સાથે લોગ ઇન કરો હોમ પેજ પર, નવું સભ્ય નામ ઉમેરવાનો વિકલ્પ દેખાશે. તેના પર ક્લિક કરીને, નવું ફોર્મ ખુલશે. અહીં તમારા પરિવારના નવા સભ્યની બધી માહિતી યોગ્ય રીતે ભરો. 👉 ફોર્મની સાથે, તમારે જરૂરી દસ્તાવેજોની સોફ્ટ કોપિ પણ અપલોડ કરવાની રહેશે. ફોર્મ સબમિટ કર્યા પછી, તમને રજિસ્ટ્રેશન નંબર મળશે, જેના દ્વારા તમે આ પોર્ટલમાં તમારા ફોર્મને ટ્રેક કરી શકો છો. અધિકારીઓ ફોર્મ અને દસ્તાવેજોની તપાસ કરશે. જો બધુ બરાબર છે તો તમારું ફોર્મ સ્વીકારવામાં આવશે અને રાશનકાર્ડ પોસ્ટ દ્વારા તમારા ઘરે પહોંચાડવામાં આવશે. 👉 રાશનકાર્ડમાં નવા સભ્યનું નામ ઉમેરવાની ઓફ લાઇન પ્રક્રિયા – તમારે તમારા નજીકના ખાદ્ય પુરવઠા કેન્દ્રમાં જવું પડશે. હવે તમામ જણાવેલા દસ્તાવેજો તમારી સાથે લઈ જાઓ. ત્યાં તમારે નવા સભ્યનું નામ ઉમેરવાનું ફોર્મ લેવું પડશે. ફોર્મમાં બધી વિગતવાર માહિતી ભરો. હવે વિભાગ સાથે દસ્તાવેજોની સાથે ફોર્મ સબમિટ કરો. તમારે અહીં કેટલીક અરજી ફી પણ સબમિટ કરવાની રહેશે. ફોર્મ સબમિટ કર્યા પછી, અધિકારીઓ તમને એક રસીદ આપશે, જે તમારે તમારી પાસે રાખવી જોઈએ. આ રસીદ દ્વારા, તમે ઓનલાઇન એપ્લિકેશનની સ્થિતિ ચકાસી શકો છો અધિકારીઓ તમારા ફોર્મની તપાસ કરશે અને દસ્તાવેજની ચકાસણી કર્યા પછી, તમને ઓછામાં ઓછું 2 અઠવાડિયામાં ઘરે તમારું રાશનકાર્ડ મળશે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : GSTV, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
16
7