AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સમાચારGSTV
હવે ખેડૂતોને 6 હજારની સાથે સરકાર આપશે 3000 રૂ નું માસિક પેન્શન !
👉 પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ મેળવનારા ખેડૂતો માટે ખુશખબર છે. હવે ખેડૂતોની આર્થિક મદદ માટે અને સુરક્ષિત વૃદ્ધાવસ્થા માટે સરકારે પેન્શનની સુવિધા પીએમ કિસાન માનધન યોજના પણ શરૂ કરી છે. તેના અંતર્ગત ખેડૂતોને 3000 રૂપિયા સુધીનું પેન્શન મળશે. 👉 ખેડૂતોને મળશે ગેરેન્ટીડ પેન્શન:- પીએમ કિસાન માનધન યોજના હેઠળ ખેડૂતોને 60 વર્ષ પછી પેન્શન આપવામાં આવશે. જો તમે પીએમ કિસાનમાં ખાતાધારક છો, તો તમારે કોઈ ડોક્યુમેન્ટ્સની જરૂર નહીં પડે. તમારુ સીધુ રજીસ્ટ્રેશન પીએમ કિસાન માનધન યોજનામાં પણ કરવામાં આવશે. આ યોજનાના ઘણી ઉમદા ફીચર્સ અને બેનેફિટ પણ છે. 👉 શું છે પીએમ કિસાન માનધન યોજના:- પીએમ કિસાન માનધન સ્કીમની વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર, આ યોજના અંતર્ગત 60 વર્ષની ઉંમર બાદ પેન્શનની જોગવાઇ છે. એટલે કે સરકારે ખેડૂતોના ગઢપણને સુરક્ષિત બનાવવા માટે તેની શરૂઆત કરી છે. આ સ્કીમમાં 18 વર્ષથી 40 વર્ષ સુધીનો કોઇપણ ખેડૂત રોકાણ કરી શકે છે. તેના અંતર્ગત ખેડૂતને 3000 રૂપિયા સુધીનું માસિક પેન્શન મળે છે. 👉 માનધન યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ 1. આધાર કાર્ડ 2. ઓળખ કાર્ડ 3. ઉંમરનું પ્રમાણપત્ર 4. આવકનું પ્રમાણપત્ર 5. ખેતરનો લેન્ડ રેકોર્ડ 6. બેંક એકાઉન્ટ પાસબુક 7. મોબાઇલ નંબર 8. પાસપોર્ટ સાઈઝ ફોટો 👉 ફેમિલી પેન્શનની પણ જોગવાઈ:- આ યોજનામાં, રજીસ્ટર્ડ ખેડૂતને વય અનુસાર માસિક રોકાણ પર 60 વર્ષની ઉંમર પછી ઓછામાં ઓછું 3000 રૂપિયા અથવા વાર્ષિક 36,000 રૂપિયાનું વાર્ષિક ગેરેન્ટીડ પેન્શન મળશે. આ માટે ખેડૂતોએ 55 રૂપિયાથી 200 રૂપિયા સુધીનું માસિક રોકાણ કરવું પડશે. પીએમ કિસાન માનધનમાં ફેમિલી પેન્શનની જોગવાઈ પણ છે. ખાતાધારકના મૃત્યુ પર, તેના જીવનસાથીને 50 ટકા પેન્શન મળશે. ફેમિલી પેન્શનમાં માત્ર જીવનસાથીનો સમાવેશ થાય છે. 👉 PM કિસાન લાભાર્થીને કેવી રીતે લાભ થશે? પીએમ કિસાન યોજના હેઠળ, સરકાર પાત્ર ખેડૂતોને 2000 રૂપિયાના 3 હપ્તામાં દર વર્ષે 6000 રૂપિયાની આર્થિક સહાય આપે છે. આ રકમ સીધી ખેડૂતના ખાતામાં જમા કરવામાં આવે છે. જો તેના ખાતાધારકો પેન્શન યોજના PM કિસાન માનધનમાં ભાગ લે છે, તો તેમની નોંધણી સરળતાથી થઈ જશે. ઉપરાંત, જો ખેડૂત આ વિકલ્પ પસંદ કરે છે, તો પેન્શન યોજનામાં દર મહિને કપાતું યોગદાન પણ આ 3 હપ્તામાં પ્રાપ્ત થતી રકમમાંથી કાપવામાં આવશે. એટલે કે, આ માટે પીએમ કિસાન ખાતાધારકે ખિસ્સામાંથી પૈસા રોકવા પડશે નહીં. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : GSTV આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
67
18
અન્ય લેખો