AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
હવે કરો સોના જેવી કિંમતી વસ્તુ ની ખેતી!
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
હવે કરો સોના જેવી કિંમતી વસ્તુ ની ખેતી!
🦪બદલાતા સમયની સાથે હવે ખેતીની પેટર્ન બદલાઈ છે. એક સમયે ખેતીવાડીને લોકો મજૂરી કામ સમજતા હતા. આજે ભણેલા ગણેલા લોકો પણ ખેતીવાડીને એક બિઝનેસની જેમ ભણીને તેમાં અવનવા પ્રયોગ કરતા થયા છે. વર્ષોથી જે ખેડૂતો ખેતી કરતા આવ્યાં છે તે હવે રોકડિયા પાક તરફ વળ્યા છે. આવી જ એક ખેતી એટલે મોતીની ખેતી. સાવ ઓછા રોકાણમાં તગડી કમાણીઃ 🦪જો તમારી પાસે મોટું ખેતર નથી તો પણ તમે આ ખેતી કરીને લાખોની કમાણી કરી શકો છો. ઓછા રોકાણમાં વધુ નફો? મોટાભાગના લોકો માને છે કે મોતી માત્ર દરિયાના ઊંડાણમાં જ પેદા થાય છે, પરંતુ એવું નથી. હવે રણમાં પણ મોતીની ખેતી થઈ રહી છે. કેટલાક લોકો પોતાના ઘરે મોતીની ખેતી કરીને સારો નફો કમાઈ રહ્યા છે. મોતીની ખેતી કરવા માટે તમારે વધુ પડતું રોકાણ કરવાની જરૂર નથી. ખેડૂતો માત્ર 25 હજાર રૂપિયાનું રોકાણ કરીને 3 લાખ રૂપિયા સુધીનો નફો કમાઈ શકે છે. ભારતમાં ત્રણ પકારના છિપની સારી માગઃ 🦪છિપના પાવડરમાંથી બનાવેલા કૃત્રિ પાવડરમાંથી જ કૃત્રિમ છિપલામાં બીજ ઈમ્પ્લાન્ટ કરવામાં આવે છે. બીજ કેલ્શિયમનું લિક્વિડ છોડે છે જેનાથી એક વર્ષમાં બે મોતી તૈયાર થાય છે. ભારતમાં કોરિઓલિસ, માર્જિનલિસ અને ઓએસ્ટર, ગંગાના વહેતા પાણીમાં થતાં કોરિઓલિસ છિપની ક્વોલિટી સૌથી ઉત્તર માનવામાં આવે છે. કેવી રીતે થાય છે મોતીની ખેતી? 🦪ખેડૂતો છીપની મદદથી મોતીનું ઉત્પાદન કરી શકે છે. આ માટે 500 ચોરસ ફૂટમાં તળાવ કે ટેન્ક બનાવવાની રહેશે. સૌપ્રથમ છીપને પર્યાવરણને અનુરૂપ બનાવવા માટે 10 દિવસ માટે ઘરે બનાવેલા નાના તળાવમાં છોડી દેવામાં આવે છે. ત્યારબાદ સર્જરી કરીને તેમાં ન્યુક્લીયસ દાખલ કરીને તેને ત્રણ દિવસ સુધી એન્ટિબોડીમાં રાખવામાં આવે છે. ત્યારબાદ તમામ છીપને 12-13 મહિના સુધી તળાવમાં છોડી દેવામાં આવે છે. છીપમાંથી મોતી કાઢવાના કામમાં લગભગ 3 ગણો નફો થાય છે. શું આ ખેતી કરતા પહેલાં લેવી પડશે તાલીમ? 🦪ખેતી કરતા પહેલાં તાલીમ લેવી જરૂરી? તળાવમાં લગભગ 100 છીપનો ઉછેર કરીને ઉત્પાદનમાં વધારો કરી શકાય છે. જોકે, આ માટે યોગ્ય તાલીમ મેળવવી જરૂરી છે. ઘણી સરકારી અને ખાનગી સંસ્થાઓ દ્વારા મોતીની ખેતી માટેના ટ્રેનિંગ પ્રોગ્રામ્સનું આયોજન કરવામાં આવે છે. આ તાલીમોનો લાભ લઈને ખેડૂતો તેમના નફામાં વધારો કરી શકે છે. કેટલી કમાણી થઈ શકે? 🦪એક છીપ તૈયાર કરવા માટે લગભગ 50 રૂપિયાનો ખર્ચ થાય છે. છીપ તૈયાર થયા પછી તેમાંથી બે મોતી નીકળે છે. એક મોતી 250થી 400 રૂપિયામાં વેચાય છે. જોકે, મોતીની કિંમત તેની ગુણવત્તા પર આધારિત છે. દા.ત, 500 છીપની ખેતી કરવા માટે અંદાજે રૂ. 25,000નો ખર્ચ થાય છે. જેના દ્વારા ખેડૂતો અંદાજે 1.25 લાખથી 3 લાખ રૂપિયાની કમાણી કરી શકે છે. 👍 સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
20
0
અન્ય લેખો