ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
કૃષિ વાર્તાસંદેશ
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની મોટી આગાહી, દક્ષિણમાં ભારે વરસાદ તો ગુજરાતમાં પણ…
તાજેતરમાં બંગાળના ઉપસાગરમા વધી રહેલા ચક્રાવાતનું પ્રમાણ ડિસેમ્બર મહિનાના આવનારા દિવસોમાં પણ વધતું રહેશે અને જેના કારણે દક્ષિણ પૂર્વીય તટીય ભાગોમાં ભારે વરસાદ થશે. તામિલનાડુ, કેરળ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસે તેવી શક્યતા હવામાન ક્ષેત્રના નિષ્ણાત જણાવે છે. હવામાન ક્ષેત્રના નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, અરબી સમુદ્રમાં પણ ભારે દબાણની અસરો રહેવાની હોવાથી 4થી 7 ડિસેમ્બર દરમિયાન ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હીમવર્ષાની શક્યતા જોવામાં આવી રહી છે. જેના કારણે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ૧૦મી ડિસેમ્બર સુધીમાં વાદળોનું પ્રમાણ ઉગ્ર બની શકે છે. 9 અને 10 ડિસેમ્બરમાં ઠંડા પવનો પણ ફૂંકાઈ શકે છે. જેના પગલે હળવું માવઠું પણ પડી શકે છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં ન્યૂનતમ તાપમાન 8 ડિગ્રીથી પણ નીચું જઈ શકે છે. સ્વાભાવિકપણે જ આબુ પણ આટલું જ ઠંડુ રહેશે. દાંતીવાડા, બનાસકાંઠાના વિસ્તારો સખત ઠંડી હેઠળ રહેશે. સૌરાષ્ટ્રમાં રાજકોટમાં પણ ઠંડીનું જોર વધશે. માવઠાની શક્યતાના કારણે કપાસ અને જીરાના પાકને સંરક્ષણ આપવું જરૂરી બનશે. સંદર્ભ : સંદેશ, 04 ડિસેમ્બર 2020 આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
58
2
સંબંધિત લેખ