AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
હવામાન વિભાગ ને લઈ આવ્યા મોટા સમાચાર !
મોન્સૂન સમાચારVTV ન્યૂઝ
હવામાન વિભાગ ને લઈ આવ્યા મોટા સમાચાર !
સૌરાષ્ટ્રમાં આગામી 2 થી 3 દિવસ દરમિયાન ભારે થી અતિભારે વરસાદ પડી શકે. ⛈️ રાજ્યમાં હવામાન વિભાગની આગાહી ⛈️ દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ રહેશે વરસાદ ⛈️ સૌરાષ્ટ્રના જિલ્લામાં પડી શકે છે વરસાદ ⛈️ રાજ્યના હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. જોકે અમદાવાદીમાં વરસાદની શક્યતા નહીવત જોવા મળી રહી છે શહેરમાં વરસાદી ઝાપટાં પડી શકે છે ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ❄️ રાજ્યમાં હવામાન વિભાગની આગાહી: આ તરફ કચ્છમાં સામાન્ય વરસાદ પડવાની સંભાવના જોવાઈ રહી છે. ઉલ્લેખનિય છે કે કચ્છમાં સૌછી છેલ્લે ચૌમાસું સક્રિય થતું હોય છે પરતું હવામાન વિભાગે કચ્છમાં પણ સામાન્ય વરસાદ પડે તેવી આગાહી કરી છે. વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. જિલ્લાના તમામ તાલુકા મથકે કંટ્રોલરૂમ શરૂ કરી દેવામાં આવ્યા છે. જ્યારે જિલ્લા કલેક્ટરે તમામ કર્મચારીઓની રજાઓ રદ્દ કરી દીધી છે. ❄️ તાલુકા મથકે કંટ્રોલરૂમ કાર્યરત કરાયા: આ તરફ હવામાન વિભાગની આગાહીને પગલે બોટાદ વહીવટી તંત્ર પણ એક્શનમાં આવી ગયુ છે. બોટાદમાં પણ તમામ તાલુકા મથકોએ કંટ્રોલ રૂમ કાર્યરત કરી દેવાયા છે તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં નદીઓની આસપાસ નીચાણવાળા વિસ્તારમાં લોકોને મુશ્કેલી ના પડે તે માટે કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. તેમજ જિલ્લા અધિકારીઓને કર્મચારીઓને ખડેપગે રહેવાનો આદેશ કર્યો છે. ❄️ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી: બીજી તરફ દ્વારકામાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેને પગલે જળબંબાકાર જેવી સ્થિતિ નિર્માણ પામી છે. હજું પણ હમાનની આગાહી પ્રવાણી ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે તો માછીમારોને પણ દરિયો ન ખેડવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. દરિયા કિનારે 45 થી 55 ઝડપે પવન ફુંકાઈ શકે છે. તેમજ માછીમારોને બોટો અને સાધન સામગ્ર સુરક્ષિત સ્થળે ખસેડી લેવાની સુચના પણ આપી દેવામાં આવી છે. ગઈ કાલે દ્વારકા સહિતના પંથકમાં પડેલા વરસાદે પૂર જેવી સ્થિતિ સર્જી હતી. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : VTV ન્યુઝ આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો
61
8