હવામાન ની જાણકારીએગ્રોસ્ટાર
હવામાન વિભાગે જાહેર કરી સાપ્તાહિક આગાહી
❄️રાજ્યના વાતાવરણમાં છેલ્લા મહિનાઓમાં અનેકવાર પલટો આવી ગયો છે. હાલ શિયાળાની ઋતુમાં પણ માવઠાની આગાહી કરવામાં આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે. સાક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હજી બેથી ત્રણ દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે અને આ સાથે ઠંડીનું જોર ઘટે તેવી પણ આગાહી છે.
❄️હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ પોતાની આગાહીમાં જણાવ્યું હતું કે, 11થી 13 જાન્યુઆરીના નબળો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે દેશના ઉત્તરિય પર્વતિય વિસ્તારમાં હિમવર્ષા થવાની શક્યતા રહેશે. 14 અને 15 જાન્યુઆરીના ઠંડા પવનો ફૂંકાશે. અમુક વિસ્તારમાં વાદળો આવી શકે છે. પવનની ગતિ ઉત્તરાયણ પર ઘણા ભાગોમાં વધુ પણ રહી શકે. કેટલાક ભાગોમાં આંચકાનો પવન વધુ રહેવાની શક્યતા છે.
👉સંદર્ભ :- Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!