હવામાન ની જાણકારીએગ્રોસ્ટાર
હવામાન વિભાગે કરી મોટી આગાહી
🌤️હાલ ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. વહેલી સવારે અને મોડી સાંજ બાદ ઠંડીનો ચમકારો હોય છે જ્યારે બપોરે ગરમી હોય છે. હાલ રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઇ રહ્યા છે ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી છ દિવસ મહત્તમ અને🌤️ લધુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય. આ સાથે વાતાવરણ સુકૂં રહેશે તેવું પણ અનુમાન કર્યુ છે. આ સાથે અમદાવાદ હવામાન વિભાગે એમ પણ જણાવ્યુ છે કે, સૌરાષ્ટ્ર, કચ્છ, દિવ, દમણ, દાદરાનગર હવેલી તથા ગુજરાતના બાકી વિસ્તારોમાં હવામાન સુકું રહેશે.
🌤️બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, 9 થી 12 નવેમ્બરના બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઊભું થવાની શક્યતાઓ રહેશે. આ અરસામાં અરબ સાગરમાં પણ હવાનું હળવું દબાણ થઈ શકે છે. 16થી 24 નવેમ્બરના બંગાળના ઉપસાગરમાં ભારે પવન 🌤️ફૂંકાવાની શક્યતાઓ રહેશે. 24 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆતમાં દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતાઓ રહેશે. આ અરસામાં ગુજરાતનું વાતાવરણ પણ બદલાયેલું જોવા મળી શકે છે.
🌤️અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યુ કે, ચાલુ વર્ષે ચોમાસાની ઋતુ પર અલનીનોની અસર જોવા મળી હતી અને હજુ પણ અલનીનોની અસર માર્ચ સુધી રહેવાની શક્યતાઓ રહેશે.🌤️ હમણાં સવારે ઠંડી લાગશે અને લઘુતમ તાપમાન 22 ડીગ્રી આસપાસ રહેશે. મહત્તમ તાપમાન વધુ રહેશે. ખાસ કરીને ઘઉંના વાવેતર માટે ઠંડુ વાતાવરણ રહે તો પાક નો ઉગાવો સારો થાય.
👍 સંદર્ભ :- Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!