AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
હવામાન વિભાગની 5 દિવસ ની આગાહી
હવામાન ની જાણકારીએગ્રોસ્ટાર
હવામાન વિભાગની 5 દિવસ ની આગાહી
🌦️ગુજરાતમાં હાલ ક્યારેક કાળઝાળ ગરમી અને ક્યારેક વાદળછાયું વાતાવરણ આવી જાય છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આજથી સતત છ દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી હળવો વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આજે આપણે જોઇએ કે, હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આ છ દિવસમાં કઇ કઇ જગ્યાએ કેવો વરસાદ વરસશે. 🌦️હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આગાહીમાં જણાવ્યું હતુ કે, ગુજરાતમાં હાલ પ્રી મોન્સૂનનો વરસાદ થઇ રહ્યો છે. રાજ્યમાં 15 જૂનની આસપાસ ચોમાસાની દસ્તકની સામાન્ય તારીખ છે, તેના સંદર્ભે પણ આ વરસાદ છે. 🌦️આ સાથે શુક્રવારે સાતમી તારીખે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની આગાહી છે. 🌦️શનિવારે, 8મી તારીખે દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની આગાહી છે. 🌦️9મી તારીખે રવિવારે રાજ્યના ઘણા જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ અને ઘણી જગ્યાએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર, મધ્યગુજરાત, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે. 🌦️જ્યારે સોમવારે 10મી તારીખે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સાબરકાંઠા, સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 🌦️આ સાથે 11મી તારીખે પણ અનેક જિલ્લાઓમાં વરસાદ થવાની વકી છે. રાજ્યમાં આગામી ત્રણ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની અગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં પ્રી મોનસૂન એક્ટિવિટી થશે. 9થી 11 જૂનના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 👍 સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
46
0