AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
હવામાન વિભાગની હીટવેવની આગાહી : જાણી લો ક્યા-ક્યા વિસ્તારમાં પડશે કાળઝાળ ગરમી !
કૃષિ વાર્તાNEWS 18 ગુજરાતી
હવામાન વિભાગની હીટવેવની આગાહી : જાણી લો ક્યા-ક્યા વિસ્તારમાં પડશે કાળઝાળ ગરમી !
રાજ્યમાં હોળી સમયે ઠંડી અને ગરમીની બેવડી ઋતુઓનો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે ભારતના હવામાન વિભાગ દ્વારા હીટવેવની (Heatwave Warning) આગાહી કરવામાં આવી છે. રાજ્યના ઉત્તર ઉતરપૂર્વના પવન ફૂંકાય રહ્યા છે.ઉનાળોની કાળઝાળ ગરમી પડી રહી છે અને હજુ પણ ગરમી વધશે.સૂર્ય પ્રકોપથી મહત્તમ તાપમાન આગામી 4 દિવસમાં 3 થી 4 ડિગ્રી વધશે.હવામાન વિભાગે (Weather Forecast) આગાહી કરી છે કે આગામી ચાર દિવસ દરમિયાન હીટવેવ રહેશે. જેમાં 27 માર્ચ સુધી પોરબંદર, ગીર સોમનાથ, દિવ, જૂનાગઢ, અને કચ્છમાં હિટવેવ રહેશે.તો 27 અને 28 માર્ચનાં સમયગાળામાં ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા અને સાબરકાંઠા તાલુકામાં પણ ગરમ પવન ફૂંકાશે.રાજ્યમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી એ પહોચ્યું છે.અને હિટવેવની અગાહીના કારણે દરિયા કિનારા વિસ્તારનું તાપમાન વધશે.જેના કારણે કાળઝાળ ગરમીનો અહેસાસ થશે. ઉનાળામાં લોકો દરિયા કિનારે ગરમીથી બચવા માટે જાય છે.ઉનાળામાં દરિયા કિનારાનું તાપમાન સામાન્ય રહેતું હોય છે એટલે કે 37 ડિગ્રી આસપાસ રહેતું હોય છે.પરંતુ માર્ચ મહિનામાં દરિયા કિનારા નું તાપમાન 37 ડિગ્રી ઉપર નોંધાય રહ્યું છે.ઉનાળાની શરૂઆતમાંથી દરિયા કિનારે વિસ્તારમાં બીજી વખત હિટવેવની આગાહી હવામાન વિભાગે કરી છે..પોરબંદર નું મહત્તમ તાપમાન 40 ડિગ્રી પર પહોંચ્યું છે. હવામાન વિભાગે હીટવેવની આગાહી સાથે લોકો અપીલ પણ કરી છે કે હીટવેવની સ્થિતિમાં કામ વગર લોકો ઘરની બહાર ન નીકળે અને જો કામ માટે નીકળવાનું થાય તો સુતરાઉ કપડાં પહેરે. તેમજ પાણી વધારે પીવુ જોઈએ જેના કારણે ડી હાઈડ્રેશનથી બચી શકાય. પરંતુ હજુ હીટવેવની શરૂઆત છે જેમ જેમ ઉનાળા ના દિવસો પસાર થશે તેમ તેમ ગરમી પણ વધશે. સંદર્ભ : NEWS 18 ગુજરાતી આપેલ માહિતીને લાઈક કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
13
2
અન્ય લેખો