હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં આવતા 4 દિવસમાં પારો ગગડશે !
હવામાન ની જાણકારી સંદેશ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં આવતા 4 દિવસમાં પારો ગગડશે !
"ગુજરાત માં ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. વહેલી સવારે હળવી ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે. ગુજરાત ના મોટા ભાગના શહેરોમાં તાપમાનનો પારો નીચે આવ્યો છે. અમદાવાદ સહિત રાજ્યના 14 શહેરોમાં ઠંડીનો પારો 20 ડિગ્રીની આસપાસ પહોંચ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. આગામી ચાર દિવસમાં ઠંડીમાં હજી વધારો થવાની શકયતા છે. સૌરાષ્ટ્ર ના દરિયાકાંઠા વિસ્તારમાં સક્રિય થયેલા સાયક્લોનિક સરક્યૂલેશનની અસરથી રાજ્યમાં ઠંડા પવનોનું જોર વધ્યું છે. પરિણામે આગામી ચાર દિવસમાં શહેરમાં ઠંડીનો પારો 18 ડિગ્રીથી નીચે જવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ ના જાણકારોના મતે આ વર્ષે સામાન્ય કરતાં વધું ઠંડી પડશે. જેનું કારણ ભારતથી પ્રશાંત મહાસાગર ને માનવામાં આવી રહ્યું છે. હવામાનની સચોટ આગાહીઓ કરવા માટે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શિયાળાનો વરતારો આપ્યો હતો. તેમણે સમગ્ર ઋતુ કેવી રહેશે તેના અંગે અનુમાન વ્યક્ત કર્યુ છે. અંબાલાલ પટેલે કહ્યું હતું કે, હાલ પરોઢિયે વધુ ઠંડી પડશે અને 1થી 7નવેમ્બર આસપાસ સુધી વાદળ વાયુનું સર્જન થશે. કોઈ કોઈ ઠેકાણે હળવું માવઠું થવાની શક્યતા છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં ઠંડી વધે તેવી શક્યતા વ્યક્ત કરી છે. અંબાલાલે જણાવ્યું કે 7મી નવેમ્બર આસપાસ સવારે ઠંડીનો ચમકારો આવી શકે છે અને 18-19 નવેમ્બર આસપાસ સવારે ઠંડીનો વધુ ચમકારો આવી શકે છે. જ્યારે દેશાવર ઠંડીનું આગમન ત્યારબાદ થશે અને આગામી 4 ડિસેમ્બરથી ઠંડીનું પ્રમાણ વધશે અને ન્યુનતમ તાપમાન ઉત્તર ગુજરાતના ભાગોમાં નીચું જશે."
સંદર્ભ : સંદેશ. આપેલ હવામાન માહિતી ને લાઈક કરી વધુ મિત્રો ને શેર કરો અને આવી જ માહિતી મેળવવા માટે
47
9
અન્ય લેખો