AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
હવામાન વિભાગની આગાહી: આગામી 4 દિવસ આવશે ભારેથી-અતિભારે વરસાદ !
મોન્સૂન સમાચારVTV ન્યૂઝ
હવામાન વિભાગની આગાહી: આગામી 4 દિવસ આવશે ભારેથી-અતિભારે વરસાદ !
👉 કુદરતનો કહેર ચૌતરફ જોવા મળી રહ્યો છે. એક તરફ લાંબા સમયથી કોરોના કાળના લીધે લોકોના ધંધા રોજગાર પડી ભાગ્યા છે તો બીજી તરફ કોરોનાની બીજી લહેરે કોહરામ મચાવી દીધો છે. ત્યારે હવે ગુજરાતમાં આગામી 2 દિવસમાં કમોસમી વરસાદ પડી શકે છે. રાજ્યના વાતાવરણને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 12 કલાકમાં સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતનાં કેટલાંક ભાગોમાં સાંજના સમયે વરસાદી છાંટાથી લઇને ઝાપટા પડી શકે છે, તેમજ આગામી ચાર દિવસોમાં રાજ્યમાં ગરમીનો પારો વધવાની વકી હવામાન વિશેષજ્ઞે કરી છે. વરસાદની આગાહીને લઇને ખેડૂતો ચિંતામાં મુકાયા છે. બેવડી ઋતુથી ખેતીને નુકસાન થવાની સંભાવના છે. 👉 તો ગુજરાતમાં પણ કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેને લઇને હવામાન વિભાગ દ્વારા અમદાવાદ, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ, બનાસકાંઠા, પાટણ, મોરબી, કચ્છ, બોટાદ અને સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદી છાંટાથી લઇને ઝાપટા પડવાની શક્યતા છે. તો આગામી 4 દિવસોમાં ગરમીનો પારો વધવાની પણ શક્યતા છે. આગામી બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. તો 48 કલાક પોરબંદર, બનાસકાંઠા, સાબરકાંઠામાં હિટવેવ રહેશે. સાયક્લોનિક સરક્યુલેશનને કારણે વાતાવરણ પલટો આવશે. 👉 હવામાન ખાતાએ એવી આગાહી કરી છે કે, આવતા ચાર દિવસ દરમિયાન મહારાષ્ટ્રના મોટાભાગમાં ગાજવીજ અને તીવ્ર પવન સાથે હળવી વર્ષાનો માહોલ સર્જાય તેવી શક્યતા છે. કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને વિદર્ભમાં હવામાનમાં આવા અકળ ફેરફાર થવાની સંભાવના છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : VTV ન્યૂઝ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
58
10
અન્ય લેખો