AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
હવામાન વિભાગની આગાહી ! આગામી આ વિસ્તારોમાં થશે મેઘતાંડવ !
મોનસુન સમાચારસંદેશ ન્યૂઝ પેપર
હવામાન વિભાગની આગાહી ! આગામી આ વિસ્તારોમાં થશે મેઘતાંડવ !
આગામી 4 દિવસ વરસાદી માહોલ બની રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના મતે 21મી જૂને રાજ્યમાં મેધરાજાની ધમાકેદાર એન્ટ્રી થશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, દમણ, દાદરાનગર હવેલી, વલસાડ, સુરત, નવસારી, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તા.19ના રોજ વલસાડ, નવસારી, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ પડશે. તા.20 અને 21 જૂને વલસાડ, નવસારી, તાપી, ડાંગ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર તેમજ ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય દિવ, દમણ અને દાદરા હવેલીમા પણ પાંચ દિવસ દરમિયાન ભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે._x000D_
સંદર્ભ : સંદેશ 18 જૂન 2020 _x000D_ _x000D_ આપેલ હવામાન માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રોને શેર કરો.
31
1