AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
હવામાન નિષ્ણાત ની આગાહી, જાણો 10 ઓગસ્ટ સુધી નું હવામાન સ્થિતિ !
મોન્સૂન સમાચારન્યૂઝ18 ગુજરાતી
હવામાન નિષ્ણાત ની આગાહી, જાણો 10 ઓગસ્ટ સુધી નું હવામાન સ્થિતિ !
👉 હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે બંગાળીની ખાડીમાં લો પ્રેશર સક્રિય છે. જેના કારણે ઝારખંડ અને મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. વિધ્ય પર્વતમાં વરસાદના કારણે નર્મદા નદી બે કાંઠે વહેશે. તેમજ રાજસ્થાન, ઉતર મધ્ય ગુજરાત અને અન્ય વિસ્તારમાં વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમા ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 👉 10 ઓગસ્ટ સુધી ની વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં મહેસાણા, વિસનગર, સિધ્ધપુર, પાલનપુર,બેચરાજી, સાબરકાંઠા,અરવલ્લી, મહીસાગરમાં વરસાદની આગાહી છે. 2 થી 4 ઈંચ વરસાદ થાય તેવી શક્યતા છે. કચ્છના ભાગોમાં 1 થી 2 ઈંચ વરસાદની શક્યતા છે. આ વરસાદનુ પાણી કૃષિ પાકો માટે સારુ ગણાતુ નથી. લીલી જમીનમાં કૃષિ કાર્યો કરવા ન જોઈએ. પાક સંરક્ષણના પગલા લેવા સારા છે. 👉 હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદ રહેશે. તો સૌરાષ્ટ્રમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : ન્યૂઝ18 ગુજરાતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
68
7
અન્ય લેખો