હવામાન ની જાણકારીએગ્રોસ્ટાર
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી
⛅હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગ્રહોના ફેરફારોથી રાજ્યના હવામાનમાં પલટાની વાત કરી છે. તેમણે જણાવ્યા પ્રમાણે ગ્રહોના ફેરફારના કારણે 27 તારીખથી હવામાનમાં કેટલાક મોટા ફેરફારો થઈ શકે છે. તેમણે ગુજરાતના હવામાન પર ફેબ્રુઆરીના અંત થતા માર્ચની શરુઆતમાં કેવા પલટા આવી શકે છે તે અંગેની સંભાવનાઓ વ્યક્ત કરી છે. જેમાં તેમણે કમોસમી વરસાદ અને વાદળવાયું વાતાવરણ ઉભું થવાની આગાહી પણ કરી છે. આ સાથે તેમણે પવન અને ગરમીને લઈને કેવા ફેરફારો ગુજરાત રાજ્યમાં થઈ શકે છે તે અંગેની આગાહી પણ કરી છે.
⛅હવામાન નિષ્ણાત જણાવે છે કે, તારીખ 27થી 28 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતના હવામાનમાં મોટા ફેરફારો થઈ શકે છે, જેમાં કચ્છ, પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં હવામાનમાં પલટો આવશે. કચ્છ અને રાજસ્થાન-ગુજરાતના સરહદી પ્રદેશોમાં છાંટા થવાની સંભાવનાઓ છે.
⛅અંબાલાલ વધુમાં કહે છે કે, 1થી 5 માર્ચમાં ગુજરાતમાં મોટા ફેરફારો હવામાનની દ્રષ્ટીએ થઈ શકે છે. આ ફેરફારોના કારણે ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે.
⛅આ દરમિયાન તેમણે વાયુના તોફાનો થવાની સંભાવનાઓ વ્યક્ત કરીને કહ્યું છે કે, મધ્ય ગુજરાતમાં 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને આંચકાના પવન (ગસ્ટિંગ)ની ગતિ 50 કિલોમીટર પ્રતિ કલાકનો રહેવાની શક્યતાઓ છે. આ સાથે કચ્છમાં તેજ ગતિથી પવન ફૂંકાવાની શક્યતાઓ છે.
⛅તારીખ 7-12 માર્ચ દરમિયાન હવામાનમાં થનારા ફેરફારો અંગે વાત કરીને અંબાલાલ પટેલ જણાવે છે કે, આ દરમિયાન હવામાનમાં અણધાર્યા ફેરફારો થશે. જેમાં વાયુના તોફાનો, પવન, કમોસમી વરસાદ વગેરે થવાની શક્યતાઓ જોવાઈ રહી છે.
👉સંદર્ભ :- Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો સાથે શેર કરો!!