AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી
હવામાન ની જાણકારીએગ્રોસ્ટાર
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી
⛅🌤️રાજ્યમાં હાલ ઠંડા પવનો ફૂંકાઇ રહ્યા છે જેના કારણે સવારે અને રાતે થોડી ઠંડી લાગી રહી છે. જ્યારે બપોર થતા તો ગરમીનો અનુભવ થાય છે. જોકે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે, હાલ વરસાદની કોઇ આગાહી નથી. ⛅🌤️હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યુ છે કે, ફેબ્રુઆરીના અંત સુધીમાં હવામાનમાં વારંવાર બદલાવ જોવા મળશે. આગામી સમયમાં બંગાળના ઉપસાગર અને દેશના ઉતરિય પર્વતિય પ્રદેશમાંથી પવન આવી રહ્યા છે. જેના કારણે 14 ફેબ્રુઆરી સુધી વાદળછાયુ વાતાવરણ રહેશે. જાહેરાત ⛅🌤️આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, એક મજબુત વેસ્ટન ડિસ્ટર્બન્સ 18થી 20 ફેબ્રુઆરીના આવશે. જેના કારણે 18થી 20 ફેબ્રુઆરીના સૌરાષ્ટ્રના ભાગોમાં 25 કિલો મીટરની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા રહેશે. 15 ફેબ્રુઆરીથી ધીમે ધીમે તાપમાનમાં વધારો થશે. 18થી 20 ફેબ્રુઆરીના પવનની વધુ રહેશે અને ધુળ ઉળશે અને ગરમી રહેશે. ⛅🌤️હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે ગુજરાતના પવન, ઠંડી અને તાપમાન અંગેની માહિતી આપી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, પવનની ગતિ હાલ સામાન્ય કરતા વધારે છે. અત્યારે 13 થી લઇને 15 કિમી પ્રતિકલાક સુધીનો પવન ફૂંકાઇ રહ્યો છે. 14મી તારીખ બાદ પવનની ગતિમાં ઘટાડો જોવા મળશે. ⛅🌤️આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ છે કે, પવનની ગતિ અને દિશા બદલાવાની સાથે ઠંડીમાં પણ ઘટાડો જોવા મળી શકે છે. હાલ સામાન્ય ઠંડી પડી રહી છે ત્યારે 13મી તારીખ પછી ઠંડીમાં ઘટાડો થશે. મહત્તમ તાપમાન વધારે ઉપર આવે તેવી શક્યતાઓ છે. આ સાથે તેમણે ફેબ્રુઆરી મહિનામાં જ ગરમી વધશે તેવી આગાહી કરતા જણાવ્યુ છે કે, રાજ્યમાં આવનારા અઠવાડિયામાં 35 ડિગ્રી તાપમાન પહોંચે તેવી શક્યતાઓ દેખાઇ રહી છે. 👉સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
22
0