AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
 હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી
હવામાન ની જાણકારીએગ્રોસ્ટાર
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી
🌥️હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યુ છે કે, બંગાળના ઉપસાગર અને અરબ સાગરના ભેજની અસર ગુજરાતના ભાગોમાં થશે અને ધુમ્મસ આવશે. ગુજરાતમાં પણ તેની વહેલી સવારે અસર જોવા મળશે. હવે ધીમે ધીમે ઠંડીનુ પ્રમાણ વધશે. ઉતર ભારતના પવનની અસર ગુજરાત સુધી થશે. અરબ સાગરમાં 12 અને 13 ડિસેમ્બરના હલચલ જોવા મળશે. આ સાથે 12 અને 13 ડિસેમ્બરના સામાન્ય સિસ્ટમ બની શકે છે. 🌥️આ સાથે તેમણે જણાવ્યુ કે, અરબ સાગરના ભેજના કારણે 11થી 12 ડિસેમ્બરના રોજ મજબૂત વેસ્ટન ડિસ્ટ્રર્બન્સ આવશે. ગુજરાતમાં 12થી 14 ડિસેમ્બરના રોજ ભારે પવન સાથે કરા અને કમોસમી વરસાદ થવાની શક્યતા છે. 🌥️ડિસેમ્બર માસ માવઠાનો રહેશે. આ માસમાં અનેક પશ્ચિમિ વિક્ષેપોના કારણે અવારનવાર માવઠા થઇ શકે છે. બંગાળના ઉપસાગરમાં સક્રિય વાવાઝોડું તબાહી કરશે અને તે બાદ તેના કારણે ગુજરાતના હવામાનમાં બદલાવ આવશે. અમુક ભાગોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. 🌥️આ સાથે તેમણે ઠંડી અંગે જણાવતા કહ્યુ કે, ઉતર ભારતમાં ભારે હિમ વર્ષા થશે અને ગુજરાતમાં માવઠું થવાની શક્યતા રહેશે. હવે એક પછી એક સિસ્ટમ બનતી રહેશે. તેના કારણે દેશ સહિત ગુજરાતના હવામાનને પ્રભાવિત કરશે. પ્રશાંત મહાસાગર અને દક્ષિણ ચીનના સક્રિય થતા વાવાઝોડાના અંશ બંગાળના ઉપસાગરમાં આવ્યા કરશે. જેના કારણે મિચૌંગ વાવાઝોડા બાદ પણ વાવાઝોડા ફૂંકાતા રહેવાની શક્યતા છે. 9 ડિસેમ્બરથી ઠંડા પવનોની અસર વર્તાશે આ સાથે ગુજરાતમાં 22થી 23 ડિસેમ્બરના ગાત્રો થીજવતી ઠંડી પડશે. 👍 સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
11
0
અન્ય લેખો