એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
હળદર ના પાન ઉપર આવતા વિવિધ રોગોનો ઉપચાર !
👉 હળદરની વાનસ્પતિક વૃધ્ધી દરમ્યાન વિવધ પાનના રોગો જેવા કે પાનના ટપકાં, પાનનો બ્લોચ, કાલવ્રણ વગેરે આવતા હોય છે. 👉 આવા રોગોના રોકથામ માટે સને 2021 દરમ્યાન આણંદ કૃષિ યુનિ. દ્વારા બહાર પાડેલ એક ભલામણ અનુસાર એઝોક્ષીસ્ટ્રોબીન ૧૮.૨% + ડાયફેનોકોનાઝોલ ૧૧.૪% એસસી બે ફૂગનાશકનું તૈયાર મિશ્રણ દવા ૧૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે રોગની શરુઆત થાય ત્યારે પ્રથમ છંટકાવ અને બીજો છંટકાવ 15 દિવસ પછી કરવાથી અસરકારક રીતે રોગો કાબૂમાં આવી જાય છે. 👉 આ દવાના દ્રાવણમાં સારુ સ્ટીકર 10 મિલિ પ્રતિ 10 લી પાણી પ્રમાણે અચૂક ઉમેરવું. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
10
4
અન્ય લેખો