નાણાંકીય માહિતીGSTV
હજારો થી લાખો ની આવક આપતો આ છે દમદાર વ્યવસાય ! જાણો શું છે ખાસ !
👉 ઉનાળાની ઋતુમાં આઇસક્રીમ દરેકની પસંગ હોય છે, પરંતુ હવે તમે આઇસક્રીમ દ્વારા સારી કમાણી કરી શકો છો. આ દિવસોમાં તમે આઈસ્ક્રીમ પાર્લર ખોલીને લાખોની કમાણી કરી શકો છો. ઉનાળાની ઋતુમાં આ પરફેક્ટ બિઝનેસ છે. તમે શરૂઆતમાં ફક્ત એક ફ્રીઝર દ્વારા બિઝનેસ શરૂ કરી શકો છો. બજારમાં હાલ તેની કિંમત 10 હજાર રૂપિયા સુધીની છે. બાદમાં આવક વધવા પર તમે આ બિઝનેસને આગળ વધારી શકો છો. 👉 તમે તમારા ઘરેથી આઈસ્ક્રીમ પાર્લરની શરૂઆત કરી શકો છો. જો તમારી લોકેશન સારી નથી, તો પછી તમે વધુ સારી જગ્યાએ દુકાન ભાડેથી લઇ બિઝનેસ શરૂ કરી શકો છો. આ સિવાય 400થી 500 ચોરસ ફૂટના કાર્પેટ વિસ્તારનું કોઈપણ સ્થાન આઇસક્રીમ પાર્લર ખોલવા માટે પૂરતું હોય છે. તેમાં તમે 5થી 10 લોકોને બેસવાની પણ વ્યવસ્થા કરી શકો છો. 👉 છેલ્લા કેટલાક વર્ષોમાં આઇસક્રીમનું બિઝનેસ ઝડપથી વિકસ્યો છે. ટ્રેડ બોડી FICCIએ તેના એક અહેવાલમાં જણાવ્યું છે કે 2022 સુધીમાં દેશમાં આઇસક્રીમનો બિઝનેસ એક અબજ ડોલર પાર જતો રહેશે. લગ્ન-પાર્ટીઓના ઓર્ડર પણ લઈ શકાય છે 👉 જો તમે બિઝનેસને આગળ વધારવા માંગતા હોય, તો તમે લગ્ન અને પાર્ટીઓ માટેના ઓર્ડર પણ લઈ શકો છો. બિઝનેસ વધ્યા પછી તેને રજિસ્ટર કરાવી લો. તેનાથી તમને લોન મેળવવામાં પણ સરળતા રહેશે. ઉપરાંત તમે સરકાર પાસેથી લોન લઈને પણ આ બિઝનેસને આગળ વધારી શકો છો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : GSTV. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
10
2
અન્ય લેખો