યોજના અને સબસીડીGSTV
સ્વામિત્વ યોજના ! ગામડાના લોકોને મળશે અનેક ફાયદા !
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સ દ્વારા સ્વામિત્વ (ગામોનું સર્વક્ષણ અને ગ્રામ ક્ષેત્રોમાં ઈમ્પ્રોવાઇઝડ ટેક્નોલોજી સાથે મેપિંગ) યોજનાના લાભાર્થી સાથે વાતચીત કરી. આ યોજનાનો ઉદ્દેશ દેશના ગામોમાં લોકોને એમની આવસીય જમીનનો માલિકના હક આપવાનો છે.
સ્વામીત્વ એ ગામોનો સર્વે અને ગામના વિસ્તારોમાં સુધારેલ ટેકનોલોજી સાથે મેપિંગ છે. આ એક કેન્દ્રીય યોજના છે, જેનો ઉદ્દેશ ગામડાઓમાં રહેતા લોકોના તેમના ઘર સુધીના અધિકારોને રેકોર્ડ કરવાનો અને મિલકતના માલિકોને પ્રોપર્ટી કાર્ડ આપવાનો છે. આ યોજના અંતર્ગત તમામ ગ્રામીણ વિસ્તારોમાં ડ્રોનનો ઉપયોગ કરીને સર્વે કરવામાં આવશે. આ સાથે, દરેક ગામ માટે જીઆઈએસ આધારિત નકશા તૈયાર કરવામાં આવશે. આ યોજનાની સત્તાવાર વેબસાઈટ મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 24 એપ્રિલના રોજ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ પર લોન્ચ કરવામાં આવી હતી.
દેશના ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને આ યોજનાથી ઘણા લાભો મળે છે. આ યોજનાની સત્તાવાર વેબસાઇટ અનુસાર, તે ગ્રામીણ આયોજન માટે જમીનનો સાચો રેકોર્ડ જાળવે છે અને મિલકતના વિવાદોને ઘટાડવામાં મદદ કરે છે. આ સિવાય, જે નાગરિકોને ગ્રામીણ વિસ્તારોમાં માલિકીનું પ્રોપર્ટી કાર્ડ મળ્યું છે તેઓ લોન લેવા અને અન્ય નાણાકીય લાભો માટે નાણાકીય સંપત્તિ તરીકે તેનો ઉપયોગ કરી શકે છે. આ સાથે, આ યોજના તેમને આર્થિક સ્થિરતા આપવામાં પણ મદદ કરે છે. આ ઉપરાંત, તે મિલકત ટેક્સની તપાસ કરવામાં પણ મદદ કરે છે, જે ગ્રામ પંચાયતો દ્વારા વસૂલવામાં આવે છે અને તે સમય જતાં વધી રહ્યો છે.
જીઆઇએસ મેપ્સનો ઉપયોગ કરવાથી વધુ સારી ગ્રામ પંચાયત વિકાસ યોજના (GPDP) તૈયાર કરવામાં મદદ મળશે. આ સિવાય કાર્ડ જમીનના પાર્સલની લીકવીડિટી વધારવામાં મદદ કરશે. અને ગામડાઓ માટે ઉપલબ્ધ નાણાકીય ધિરાણમાં વધારો થશે.આ યોજના અંતર્ગત ગ્રામપંચાયત પાસે તમામ મિલકતના રેકોર્ડ અને નકશા ઉપલબ્ધ થશે, જે ગામોમાં કરવેરા, બાંધકામ પરવાનગીઓ, અતિક્રમણ દૂર કરવા વગેરેમાં મદદ કરશે.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : GSTV.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.