યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
સ્માર્ટ ફોન ખરીદવા માટે મળશે સહાય!
📱ખેડૂતો ખેતીમાં આધુનિક સાધનોનો ઉપગયો કરતા થયા છે. આધુનિક સાધનોના કારણે ખેતીમાં ફાયદો થઇ રહ્યો છે. ત્યારે ખેડૂતો પણ વધુ સ્માર્ટ બને તે માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સ્માર્ટફોન આપવાની યોજના અમલમાં છે. આ ખરીદી પર રૂપિયા 20 લાખ થી વધુની સહાય ચૂકવવામાં આવી છે.
📱આ સ્માર્ટફોન દ્વારા ગુજરાતના છેવાડાના ગામમાં રહેલો ખેડૂત પણ ઇન્ટરનેટના માધ્યમ દ્વારા દેશના તેમજ અન્ય રાજ્યના માર્કેટ, વિવિધ કૃષિ યુનિવર્સિટી તથા વિદેશમાં થઈ રહેલા નવા સંશોધનો વિશે જાણકારી મેળવીને તેનો પોતાની કૃષિમાં ઉપયોગ કરીને વધુ ઉત્પાદન અને વધુ નફામાં ફેરવી શકે છે.
📱ગુજરાતના ખેડૂતોને ટેકનોલોજીના યુગમાં ઈન્ટરનેટના માધ્યમથી કૃષિજગતની તમામ જાણકારી આંગળીના ટેરવે મળે તેમજ ખેડૂતો કૃષિના અદ્યતન જ્ઞાનથી વાકેફ થાય.
📱સ્માર્ટફોન દ્વારા બિયારણો અને પાકમાં રાખવાની કાળજી અંગેની સચોટ માહિતી સ્માર્ટફોન થકી સરળતાથી મળી રહે છે. તેમજ વરસાદ અને વાવાઝોડા સહિતની આગોતરી માહિતી મળી રહે છે. તેનાથી સંભવિત અગાહીના અનુસંધાને આગોતરું આયોજન કરીને નુકસાનીથી બચી શકાય છે.
📱આ યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી પર ખેડૂતોને મહત્તમ રૂપિયા 6000 ની સુધીની મળે છે. જેમાં ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદ કિંમતના 40 ટકા સહાય અથવા રૂપિયા 6000 બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થાય છે.
📱સ્માર્ટફોન પર ખરીદી સહાય યોજનાનો લાભ રાજ્યમાં જમીનધારણ કરતાં તમામ ખેડૂતોને મળવાપાત્ર છે. આ યોજના હેઠળ સંયુક્ત ખાતાના કિસ્સામાં ખેડૂતોને તેઓની જમીનના 8-અ માં દર્શાવેલ પૈકી એક જ ખાતેદારને લાભ મળવાપાત્ર થાય છે. આ સ્માર્ટફોન ખરીદી યોજના ની વધુ માહિતી માટે અને લાભ મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઈન https://ikhedut.gujarat.gov.in/ પર અરજી કરવાની સાથે જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહે છે.
👉સંદર્ભ :- Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!