AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સ્માર્ટ ફોન ખરીદવા પર મળશે સહાય
યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
સ્માર્ટ ફોન ખરીદવા પર મળશે સહાય
📱ગુજરાત સરકાર વિવિધ સમસ્યાઓ જેમ કે આબોહવા, વરસાદ અને વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહી છે. ખેડૂતોને આ સંશોધનથી માહિતગાર કરવા અને નવી ટેક્નોલોજીને અનુરૂપ બનાવવાના હેતુથી નવી સ્માર્ટ ફોન યોજના શરૂ કરવામાં આવી છે. તો ચાલો જાણીએ આ યોજનાની માહિતી, દસ્તાવેજ સૂચિ, ક્યાં અરજી કરવી વગેરે છે. 📱ખેડૂતો પોતાના સ્માર્ટફોનના ઉપયોગ દ્વારા ખેતી વિષયક માટે ફોટોગ્રાફ્સ, ઈ-મેઈલ, એસએમએસ તથા વીડિયોની આપ-લે કરી શકે છે. જેનાથી રાજ્યના ખેડૂતો વધુ માહિતીસભર બને છે. જેને ધ્યાને લઈને ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતો ડિજિટલ કેમેરા, મલ્ટી મીડિયા પ્લેયર, ટચ સ્ક્રીન, વેબ બ્રાઉઝર તથા ઇન્ટરનેટ કનેકટીવિટી વગેરે સુવિધા સાથેના સ્માર્ટફોન ખરીદી તો સહાય આપવાની યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. 📱આ સહાય યોજનામાં લાભાર્થીઓની મોબાઈલની ખરીદી પર સહાય મળશે. હવે આ યોજના હેઠળ સહાયની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. જેમ કે અગાઉ 10% સહાય મળતી હતી. જે હવે 40 % સહાય મળશે. ● ખેડૂત દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોમાં 15,000 સુધીના સ્માર્ટફોન પર સહાય મળવાપાત્ર થશે. ● ખેડૂત સ્માર્ટફોનની ખરીદ કિંમતના 40% સુધી અથવા રૂપિયા 6000/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળશે. ● દા.ત. કોઈ ખેડૂત 8000/- ની કિંમતનો સ્માર્ટફોન ખરીદે તો ખરીદ કિંમતના 40% મુજબ રૂ.3200 ની સહાય મળશે. ● અથવા કોઈ ખેડૂત રૂ.16,000/- ની કિંમતનો Smartphone ખરીદે તો 40% લેખે રૂ.6400/- થાય પરંતુ નિયમોનુસાર રૂ.6000/- ની સહાય મળવાપાત્ર થશે. ● આ સહાય ફક્ત સ્માર્ટફોનની ખરીદી માટે જ રહેશે. ● સ્માર્ટફોન સિવાય અન્ય એસેસરીઝ જેવી કે બેટરીબેક અપ, ઈયર ફોન, ચાર્જર જેવા સાધનોનો સમાવેશ થશે નહીં. 📱ખેડુત મોબાઈલ સહાય યોજના પાત્રતા ● લાભાર્થી ગુજરાત રાજ્યનો હોવો જોઈએ. ● ખેડૂત પાસે જમીન હોવી જોઈએ. ● જો ખેડૂત પાસે એક કરતા વધુ ખાતા હોય તો પણ સહાય એક જ વાર આપવામાં આવશે. ● સંયુક્ત ખાતાના કિસ્સામાં, ખેડૂતો ikhedut 8-A માં દર્શાવેલ ખાતાધારકોમાંથી માત્ર એક જ લાભ મેળવવા માટે હકદાર રહેશે. 📱જરૂરી દસ્તાવેજ ● ખેડૂત ખાતા ધારકના આધાર કાર્ડની નકલ ● રદ કરેલ ચેકની નકલ ● બેંક ખાતાની પાસબુક ● ખરીદેલ સ્માર્ટફોનના GST નંબર સાથેનું મૂળ બિલ ● મોબાઇલ IMEI નંબર ● ખેડૂતની જમીનનો દસ્તાવેજ ● 8-A ની નકલ 👉સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
43
0
અન્ય લેખો