રમૂજીવ્યાપાર સમાચાર
સ્માર્ટ ફોન ખરીદતા પહેલા કાળજી !
હાલ ભારતીય માર્કેટ સ્માર્ટફોનથી ઉભરાઈ રહ્યું છે. માર્કેટમાં પણ નીત-નવા અને આધુનિક સ્માર્ટફોન લોન્ચ થતા રહે છે. ઘણા લોકો સતત સ્માર્ટફોન ઉપયોગ કરતા હોય છે. જોકે તેવા લોકો સ્માર્ટફોન ખરીદતી વખતે તેની બેટરી સહિતના બાબતો પર ધ્યાન આપવાનું ચુકી જાય તો તેઓ ઝડપથી ચાર્જિંગ પુરી થવાની બાબત થઈ પરેશાન થતા હોય છે, તેથી અમે અહીં ફોન ખરીદતા પહેલા કંઈ કંઈ બાબતો પર ધ્યાન આપવું જોઈએ તે અંગે માહિતી આપી રહ્યા છીએ. 👉 સ્માર્ટફોન ખરીદતા પહેલા આ બાબતનું રાખો ધ્યાન વર્તમાન સમયમાં યુવાઓને સ્મર્ટફોન પર ગેમિંગનો ઘણો શોખ હોય છે. 👉 તો નવો સ્માર્ટફોન ખરી દો તો ફોનના પ્રોસેસર ક્વાલકોમ સ્નેપડ્રેગન 855ની નીચે વાત ન કરો. 👉 ઉચ્ચ રિઝોલ્યુશન વાળા એમોલેડ HD+ ડિસ્પ્લે ધરાવતો જ સ્માર્ટફોન ખરીદવાનું વિચારો. 👉 દેખાવ અને ડિઝાઇન અને ખિસ્સામાં સરળતાથી આવે એવો ફોન વધુ સરળ રહે છે. 👉 હાલના દિવસોમાં ગ્લાસ લુક સાથે આગળ અને પાછળના ફોન્સ ટ્રેન્ડમાં છે. 👉 આજકાલ સેલ્ફીનો યુગ છે, ટ્રિપલ અને ક્વાડ કેમેરા આવી રહ્યા છે. 👉 કેમેરાની ગુણવત્તા ખૂબ જ મહત્વપૂર્ણ છે. 👉 રેમ અને સ્ટોરેજ જેટલી વધું હશે એટલો ફોન હેંગ્સ ઓછો થશે. 👉 6 જીબી અને 8 જીબી રેમવાળા ફોન્સની માંગ વધી છે. વધુ મેમરીને કારણે સ્ટોરેજ કાર્ડની જરૂરિયાત પણ ઓછી થાય છે. 👉 ફોનમાં મજબૂત બેટરી હોવી જોઈએ. નબળી બેટરી તમારા માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. 👉 જો તમે કોઈ ફોન લેવાનું વિચારી રહ્યા છો તો 4000 MAH કરતા વધુ બેટરી વાળો સ્માર્ટફોન ખરીદવાનું વિચારો. સંદર્ભ : વ્યાપાર સમાચાર, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
26
7
અન્ય લેખો