AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સ્માર્ટ ખેડૂતનો સ્માર્ટ ખેતી બિઝનેસ !
બિઝનેસ ફંડાન્યૂઝ18 ગુજરાતી
સ્માર્ટ ખેડૂતનો સ્માર્ટ ખેતી બિઝનેસ !
જો તમારે નોકરી ન કરવી હોય અને ઘરબેઠા બહોળી કમાણી ઈચ્છતા હોવ તો, તમારી પાસે ખેતીનો ખૂબ સારો વિકલ્પ છે. આવી રીતે કરો ખેતી દેશના મોટાભાગના રાજ્યોમાં સરગવાની ખેતી થાય છે. સરગવામાં વિટામિન, પ્રોટીન, એમિનો એસિડ હોય છે. દેશમાં છેલ્લા કેટલાક સમયથી હેલ્થ સપ્લિમેન્ટના રૂપમાં સરગવાની માંગ વધી છે. ઘણા સ્ટાર્ટઅપ સરગવાની પ્રોસેસિંગ કરીને નવા આરોગ્યપ્રદ ઉત્પાદનો બનાવે છે. મહારાષ્ટ્રના પ્રમોદ પાનસરે નામના વ્યક્તિએ આ પ્રકારનો ધંધો શરૂ કર્યો છે. તેઓ છેલ્લા બે વર્ષથી સરગવાના પાંદડા અને હળદરની મદદથી ચોકલેટ, ચીકી, ખાખરા અને નાસ્તો તૈયાર કરીને આખા દેશમાં માર્કેટિંગ કરી રહ્યા છે. અત્યારે તેઓ દર મહિને ત્રણ લાખ રૂપિયાનો બિઝનેસ કરે છે. કેવી રીતે કરે છે કારોબાર અહેવાલ મુજબ પ્રમોદે આ વ્યવસાયમાં રૂ.15 લાખનું રોકાણ કરી ઓફીસ ખોલી હતી. ત્યારબાદ ફૂડ લાઇસેંસ સહિ‌તના જરૂરી ડોક્યુમેન્ટ એકઠા કરી વ્યવસાય શરૂ કર્યો હતો. પ્રમોદના કહ્યા મુજબ, અમે હેલ્ધી ફૂડ સપ્લિમેન્ટ્સ પર ફોકસ કરવાનું શરૂ કર્યું હતું. જેનાથી અમારા ધંધાનો વ્યાપ વધારવામાં અમને ખૂબ મદદ મળી હતી. અમારા ઉત્પાદનોની માંગ વધી છે. પ્રમોદે વધુમાં જણાવ્યા અનુસાર શરૂઆતમાં સ્ટોલ લગાવી તે પોતાની પ્રોડક્ટની માર્કેટિંગ કરતો હતો. ત્યારબાદ તે પ્રોડક્ટની માંગ વધવા લાગી, જેથી તેણે રિટેલર્સ અને મોટા મોટા હોલસેલરનો કોન્ટેકટ કરી માર્કેટિંગ શરૂ કર્યું હતું. આ સાથે જ પ્રમોશન માટે સોશિયલ મીડિયાની મદદ પણ લીધી હતી. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : ન્યુઝ 18 ગુજરાતી, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
27
10