વાયરલ જુગાડ
GSTV
સ્માર્ટફોન ને ગરમ થતો અટકાવો, બસ આ તરીકે અપનાવો !
📱 સ્માર્ટફોન આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. કોલ કરવા, મેઇલ મોકલવા, ઇન્ટરનેટ બ્રાઉઝ કરવા અથવા ડિજિટલ પેમેન્ટ કરવાથી, હવે આપણે આપણા સ્માર્ટફોન પર નિર્ભર છીએ. ઘણી વખત સ્માર્ટફોનનો ઉપયોગ એટલો વધી જાય છે કે તે વધુ ગરમ થવા લાગે છે. જો કે ભારે ગ્રાફિક્સ અને એપ્લિકેશનનો ઉપયોગ પણ સ્માર્ટફોનના ઓવરહિટીંગનું મુખ્ય કારણોમાંથી એક છે.
📱 ફોન ઓવરહિટીંગ થવાથી બેટરી પણ ફાટી શકે શકે છે. ગરમ ફોનનો ઉપયોગ કરવો જ પડકારજનક નથી, પરંતુ તેનાથી તેની પરફોર્મન્સ પર પણ અસર પડે છે. આ સમસ્યા ફોનમાં વધુ પડતી એપ્લીકેશન, ગેમ્સ અથવા અન્ય સોફ્ટવેરને ડાઉનલોડ કરવાને કારણે થાય છે.
ટિપ્સ :
📱 બ્રાઇટનેસને શક્ય તેટલી ઓછી રાખો, ઓછી બ્રાઇટનેસ ઓછી બેટરી વાપરે છે, જે ડિવાઇસને ઓછી ગરમ કરે છે.
📱 ફોનને પૂર્ણ ચાર્જ એટલે કે 100 ટકા ચાર્જ ન કરો. ફોનમાં 90 ટકા કે તેનાથી ઓછી બેટરી રાખવાનો પ્રયાસ કરો. ઉપરાંત ફોનની બેટરી 20 ટકાથી નીચે ન જવા દો.
📱 સમયાંતરે ફોનનું કવર કાઢવું અને ઉપયોગમાં ન હોય તો પંખાની નીચે સ્માર્ટફોનને જરૂર રાખો છે.ફોન ચાર્જ કરતી વખતે કવર અવશ્ય કાઢી નાખવું જોઈએ.
📱 બેકગ્રાઉન્ડ એપ્સ બંધ કરો, બંધ કરવા માટે એપ આઇકોન પર ફોર્સ સ્ટોપ પસંદ કરો.
📱 ઓરિજનલ ચાર્જર અને USBનો ઉપયોગ કરો
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : GSTV.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.