AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સ્ટ્રોબેરીની ખેતી માટે રોપણી, ખાતર અને પિયત વિશેની જાણકારી
સલાહકાર લેખએગ્રો સંદેશ
સ્ટ્રોબેરીની ખેતી માટે રોપણી, ખાતર અને પિયત વિશેની જાણકારી
સ્ટ્રોબેરી શીત કટિબંધનો પાક છે જયાં ઉનાળામાં સ્ટ્રોબેરી મોટા પાયે ઉગાડવામાં આવે છે ત્યાં ઉનાળો પણ ઘણો ઠંડો હોય છે. તેથી જમીનને ઠંડી પડતી રોકવા માટે અને સ્ટ્રોબેરીના ફળનો ભીની જમીન સાથે સીધો સંસર્ગન થાય તે માટે જમીન પર પરાળ (સ્ટ્રો) પાથરવામાં આવતું તેથી આ બેરીનું નામ સ્ટ્રોબેરી પડેલ છે. મહારાષ્ટ્રના મહાબળેશ્વર જેવા વિસ્તારમાં શીતકટિબંધની જેમ આખા વર્ષ દરમ્યાન ઉષ્ણતામાન ખુશનુમા રહેતું હોવાથી જમીન સારી નિતારશકિત ધરાવતી અને મંદમંદ ઝરમર વરસાદ પડતો હોવાથી એક વખત રોપ્યા પછી સતત ત્રણ વર્ષ સુધી તે જ વાવેતરમાંથી સ્ટ્રોબેરી લણી શકાય છે. ગુજરાતની પરિસ્થિતિ આથી તદ્‌ન વિપરિત છે. ગુજરાતમાં સ્ટ્રોબેરીનું વાવેતર અમદાવાદ, વડોદરા, સુરત કે રાજકોટ જેવા મોટા શહેરોની આસપાસ કરવું હિતાવહ છે, જેથી ફળના સારા ભાવ મળી શકે. રોપણી :- સ્ટ્રોબેરીનું વાવેતર બીજથી તથા છોડમાંથી ફૂટતા રનર્સ રોપીને કરી શકાય છે. (છોડ પરની ગાંઠો પરથી નવા છોડ ફૂટે છે, તેને રનર્સ કહેવામાં આવે છે. આવા રનર્સને માતૃછોડથી છૂટા પાડીને રોપી શકાય છે.) વહેલું ઉત્પાદન મળે અને ફળ સારી ગુણવત્તાવાળાં મળે તે માટે રનર્સ રોપીને વાવેતર કરવું હિતાવહ છે. પેશીય સંવર્ધન (ટિશ્યૂ કલ્ચર)થી તૈયાર કરવામાં આવેલા છોડથી પણ વાવતેર કરી શકાય. સ્ટ્રોબેરીની રોપણી સપ્ટેમ્બર માસના બીજા પખવાડિયાથી ઓક્ટોબરના પ્રથમ પખવાડિયા દરમિયાન કરવી જોઈએ. રોપણી ૩૦/૩૦ સેમી. અથવા ૬૦/૬૦ સેમી.ના અંતરે કરવી. મૂળ ફૂટેલ ભાગ જમીનમાં દબાય તે રીતે રોપણી કરવી. રોપણી અગાઉ છોડના નીચેના ભાગ પરથી સૂકાં પાન દૂર કરવા. રોપણી કર્યા બાદ તુરત જ પરાળ અથવા કાળું પ્લાસ્ટિક બે લાઈન વચ્ચેની ખાલી જમીનમાં પાથરવું જેથી જમીનમાં ભેજ જળવાઈ રહે, નીંદણ ઓછું થાય અને ફળ જમીનના સંપર્કમાં ન આવવાથી તે બગડતાં અટકી જાય છે. ખાતર અને પિયત :- આ પાકને ખાતરો કેટલાં આપવાં તેની સંશોધન આધારિત માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ હેકટર દીઠ ૧૨૫ કિગ્રા. નાઈટ્રોજન, ૨૫૦ કિગ્રા. ફોસ્ફરસ અને ૨૫૦ કિગ્રા. પોટાશ મળે તેટલાં ખાતરો આપવાં. ખાતરનો અડધો જથ્થો રોપણી બાદ ૧૫થી ૨૦ દિવસે છોડ ફરતે રીંગમાં આપવો. અડધો જથ્થો રોપણી બાદ ૫૫થી ૬૦ દિવસે આપવો. સ્ટ્રોબેરીનાં મૂળ છીછરાં રહેતાં હોવાથી ભેજની ખેંચ ન પડે તેની ખાસ કાળજી રાખવી. છોડને ખૂબ ભેજની જરૂર રહેતી હોવાથી જમીનનો ઉપરનો ૩૦ સેમી. જેટલો ભાગ ભેજવાળો રહે તે મુજબ ટૂંકા ગાળે પિયત આપવું. ફળ બેસવાના સમયે ૩થી ૪ દિવસના ગાળે નિયમિત પિયત આપવું. સંદર્ભ : એગ્રો સંદેશ
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
162
1