નઈ ખેતી, નયા કિસાનGSTV
સ્ટ્રોબરીની ખેતી કરીને એકરદીઠ 8 લાખ રૂપિયા સુધીની થશે આવક !
ભારતમાં સ્ટ્રોબેરીની ખેતી લાંબા સમયથી થઈ રહી છે. હવે મોટી સંખ્યામાં ખેડૂતો તેની ખેતી કરી રહ્યા છે. કમાણી સારી હોવાના કારણે ખેડૂતોનું આકર્ષણ તેમાં વધી રહ્યુ છે. પોલીહાઉસ અને હાઈડ્રોપોનિક્સ રીતે ખેતી કરવામાં વધારે ખર્ચ આવે છે. જો કે આ બંને રીતે ખેતી કરવાનું દરેક ખેડૂત માટે શક્ય નથી. સ્ટ્રોબેરીની સામાન્ય રીતે ખેતી કરવા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવુ જરૂરી છે. જો આપ યોગ્ય રીતે તેની ખેતી કરો છો, તો એક એકરમાં આસાનીથી 8 લાખ રૂપિયા સુધી કમાઈ શકો છો. સ્ટ્રોબેરી એકદમ નાજૂક ફળ છે. ખેતી માટે યોગ્ય સમય ભારતમાં સ્ટ્રોબેરીની ખેતી સામાન્ય રીતે સપ્ટેમ્બરમાં થાય છે. વરસાદ બાદ આ હવામાન સ્ટ્રોબેરી માટે ખૂબ જ સારૂ માનવામાં આવે છે. આમ તો તેની ખેતી દરેક પ્રકારના ખેતરમાં થઈ શકે છે, પણ લાલ માટીમાં જો તેની ખેતી થાય તો પરિણામ વધારે સારૂ આવી શકે છે. સ્ટ્રોબેરીની ખેતી માટે 15થી 30 ડિગ્રી તાપમાન યોગ્ય રહે છે. વધારે તાપમાન હોવાના કારણે પાક ખરાબ થવાની શક્યતા રહે છે. સ્ટ્રોબેરીની વેરાયટી કૃષિ નિષ્ણાંતો જણાવે છે કે, સમગ્ર દુનિયામાં સ્ટ્રોબેરીની અલગ અલગ 600 વેરાયટી જોવા મળે છે. જો કે ભારતમાં વ્યવસાયિક ખેતી કરનારા ખેડૂતો કમારોસા, ચાંડલર, ઓફ્રા, બ્લેક મોર, સ્વીડ ચાર્લી, એલિસ્તા અને ફેયર ફોક્સ જેવી વેરાયટીનો ઉપયોગ કરે છે. અલગ રીતે તૈયાર કરવુ પડે છે ખેતર સ્ટ્રોબેરીની ખેતી પહેલા સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડીયામાં ખેડૂતોને 3.4 વાર રોટરથી હળવુ જોઈએ. બાદમાં ગોબરનું ખાતર ખેતરમાં નાખવું. જેનાથી ખૂબ લાભ થશે. રાસાયણિક ખાતરનો પણ ઉપયોગ કરી શકો. આ બધુ કર્યા બાદ ખેતરમાં બેડ બનાવવા પડે છે. બેડની લંબાઈ-પહોળાઈ એકથી બે ફૂટની વચ્ચે હોય છે. અને આટલી જગ્યા એકબીજાની વચ્ચે રાખવી. છોડ લગાવવા માટે એક મલ્ચિંગ કરવામાં આવે છે અને તેમાં એક નિશ્ચિત અંતરે કાણા પાડવામાં આવે છે. સિંચાઈ છોડ લગાવ્યા બાદ ડ્રિપ અથવા સ્પ્રિકંલરથી સિંચાઈ કરવી જોઈએ. ત્યાર બાદ સમય સમયે ભેજને જોતા આગળ સિંચાઈ પર ખાસ ધ્યાન આપવું જોઈએ. સ્ટ્રોબેરીમાં સારી કમાણી કરવા માટે ખાતર ખૂબ મહત્વનું છે. આપ માટી અને સ્ટ્રોબેરીની વેરાયટીના આધારે ખાતર આપી શકો છો. તેના માટે કૃષિ વૈજ્ઞાનિકોની સલાહ લેવી જોઈએ.છોડ લગાવ્યાના દોઢ મહિના બાદ સ્ટ્રોબેરીના ફળ આવે છે. જે ચાર મહિના સુધી ચાલુ રહેશે. આ ફળનો રંગ એકદમ લાલ થઈ જાય ત્યારે તેને ઉતારવાનું ચાલુ કરવુ જોઈએ. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : GSTV આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
8
1
અન્ય લેખો