ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
સ્ટીકી ટ્રેપ લગાવવાના ફાયદા
✅ સ્ટીકી ટ્રેપ વાસ્તવમાં પાતળી સ્ટીકી શીટ છે. તે કોઈપણ રસાયણોના ઉપયોગ વિના પાકનું રક્ષણ કરે છે અને રસાયણો કરતાં સસ્તી પણ છે. સ્ટીકી ટ્રેપ શીટ પર જીવાતો ચોટી જાય છે, જેના પછી તેઓ પાકને નુકસાન પહોંચાડવામાં અસમર્થ હોય છે. સ્ટીકી ટ્રેપ એ વિવિધ પ્રકારની રંગીન શીટ છે જે પાકને નુકસાન કરતી જીવાતોને આકર્ષવા માટે ખેતરમાં મૂકવામાં આવે છે.
✅ આનાથી પાકને હુમલાખોર જીવાતોથી રક્ષણ મળે છે અને ખેતરમાં કયા પ્રકારની જીવાતોનો ઉપદ્રવ છે તેનો સર્વે પણ થઈ જાય છે.સફેદમાખી, મોલો અને પાન કોરિયું જેવી જીવાતો માટે પીળી સ્ટીકી ટ્રેપ મુકવામાં આવે છે. આનો ઉપયોગ મોટાભાગે શાકભાજીના પાકમાં થાય છે.
બ્લુ સ્ટીકી ટ્રેપ બ્લુ રંગનો ઉપયોગ થ્રીપ્સ જીવાત માટે થાય છે. આ જીવાત ડાંગર, ફૂલો અને શાકભાજીને વધુ નુકસાન કરે છે.
👉સંદર્ભ :- Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!